તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:છ ગુનામાં સંડોવાયેલો નિખિલનો વહીવટદાર રિમાન્ડ પર

રાજકોટ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયા બાદ ફરાર હતો, અજય કુંભારવાડિયા જિલ્લા પોલીસ હવાલે કરાયો

જેલમાં રહીને સાગરીતો મારફત પારકી જમીન-મિલકતો પચાવી 116 ગંભીર ગુનાને અંજામ આપનાર ગોંડલના કુખ્યાત નિખિલ દોંગા અને તેના સાગરીતો સામે રાજકોટ જિલ્લા પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો છે. દરમિયાન ત્રણ મહિનાથી પોલીસને હાથતાળી આપતો નિખિલ દોંગાનો વહીવટદાર અજય રાયધન કુંભારવાડિયાને જિલ્લા પોલીસે ઝડપી લઇ ધરપકડ કરી છે. દરમિયાન નિખિલ દોંગાના વહીવટદારની વિશેષ પૂછપરછ કરવા માટે જિલ્લા પોલીસના ડીવાયએસપી સાગર બાગમાર સહિતનો સ્ટાફ આરોપી અજય કુંભારવાડિયાને સ્પે.પી.પી.એસ.કે.વોરા મારફતે રાજકોટની ખાસ અદાલતમા રિમાન્ડની માગણી સાથે રજૂ કર્યો હતો.

આરોપી અજય કુંભારવાડિયાના ઘરે દરોડો પાડ્યો તે સમયે ત્યાંથી અનેક બીજાના નામના મિલકતોના દસ્તાવેજો અને સાટાખતો મળી આવ્યા હતા. જેથી તે ત્રણ મહિના ક્યાં, કોને ત્યાં રહ્યો હતો. તેમજ ત્રણ મહિનાના ફરાર સમયે તેને બળજબરીથી પડાવેલી મિલકતો સગેવગે અને પુરાવાઓનો નાશ કર્યો હોવાની શંકા હોય તે તપાસ કરવા 28 દિવસના રિમાન્ડ પર લેવો જરૂરી હોવાની રજૂઆત કરી હતી. ત્યારે સરકારપક્ષે કરાયેલી રજૂઆતને ધ્યાને રાખી હત્યા સહિત છ જેટલા ગુનામાં સંડોવાયેલા નિખિલ દોંગાના વહીવટદાર અજયના 25 દિવસના રિમાન્ડ મંજૂર કરી પોલીસ હવાલે કર્યો છે ત્યારે આ 25 દિવસ દરમિયાન વધુ ચોંકાવનારી વિગતો સામે આવવાની શકયતા છે.

જામનગરના ગુજસીટોક કેસમાં મુકેશ અભંગીએ કરી જામીન અરજી જામનગરના કુખ્યાત જયેશ પટેલ આણી ટોળકી સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયા બાદ પોલીસે સૂત્રધાર નામચીન જયેશ પટેલ સિવાય બાકીના આરોપીઓને ઝડપી લઇ ધરપકડ કરી છે અને જુદી જુદી જેલહવાલે કર્યા છે. દરમિયાન જયેશ પટેલની પત્નીના નામે વસાવેલી મિલકતનો નાણાકીય વહીવટ કરનાર આરોપી મુકેશ વલ્લભ અભંગીએ જામીન પર છૂટવા માટે રાજકોટ ખાસ અદાલતમાં જામીન અરજી કરી હતી. જે અરજીની બંને પક્ષે શનિવારે સુનાવણી પૂરી થઇ છે. સોમવારે આરોપી મુકેશ અભંગીની જામીન અરજીની ચુકાદો થશે.

અન્ય સમાચારો પણ છે...