પ્રશ્નનો નિકાલ કરવા સૂચના:રાજકોટના 8 તાલુકામાં રાત્રી સભા થઇ, 3 તાલુકામાં પ્રથમ ગ્રાસે મક્ષિકા

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંતે ગામડાંઓમાં બંધ થયેલી રાત્રી સભાઓ શરૂ
  • અધિકારીઓને હાજર રહી પ્રશ્નનો નિકાલ કરવા સૂચના

રાજકોટ જિલ્લાના ગામડાંઓમાં ગ્રામજનોના ત્યાંના પ્રશ્નો સ્થાનિક સ્તરે જ ઉકેલાઇ જાય, જિલ્લા સ્તરની કચેરીઓમાં ધક્કા ન ખાવા પડે તેવા હેતુથી સોમવારથી તમામ તાલુકાઓમાં રાત્રી સભા યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત સોમવારે રાજકોટના આઠ તાલુકામાં સભા યોજાઇ હતી, આ દરમિયાન જામકંડોરણા, જેતપુર અને ધોરાજી સહિતના ત્રણ તાલુકામાં પ્રથમ દિવસે જ પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો માહોલ રહ્યો હતો.

અગાઉ પણ ગામડાંઓમાં લોકપ્રશ્ન ઉકેલવાના હેતુસર રાત્રી સભાઓ શરૂ કરવામાં આવી હતી, પરંતુ અધિકારીઓએ રસ લેવાનું બંધ કરી દેતા સભાઓનો દોર બંધ થઇ ગયો હતો. ત્યારે બાજ જિલ્લા વિકાસ અધિકારીએ ફરી એક વખત સભા શરૂ કરવા ટીડીઓને આદેશ કર્યો છે.

આ અંગે રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ જણાવ્યું હતું કે, ગ્રામજનો આખો દિવસ કામમાં વ્યસ્ત હોય, સાંજે ફ્રી થતા હોવાથી રાત્રી સભાનો કોન્સેપ્ટ અપનાવામાં આવ્યો છે. સોમવારે પહેલા દિવસે રાજકોટના 11 તાલુકા પૈકી જામકંડોરણા, જેતપુર અને ધોરાજીમાં તાલુકા વિકાસ અધિકારી હાજર નહીં હોવાથી રાત્રી સભા યોજી શકાઇ ન હતી, તમેજ અન્યત્ર યોજાઇ હોવાના રિપોર્ટ મળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...