તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ કર્ફ્યૂ ગ્રાઉન્ડ રિપોર્ટ:શહેરના તમામ વિસ્તારોમાં સન્નાટો, રાતના 9 વાગ્યે મધરાતના 2 વાગ્યા જેવો માહોલ, તમામ મુખ્ય માર્ગો સહિત ચોકમાં પોલીસ પેટ્રોલિંગ શરૂ

રાજકોટ11 દિવસ પહેલા
રાજકોટ પોલીસે અવરજવર કરતા લોકોને રોકીને પૂછપરછ કરી
  • દરેક મુખ્ય ચોકમાં બેરીકેટ અને પોલીસ કાફલો ગોઠવાઈ ગયો
  • રાતે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે

શહેરમાં રાતના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. ત્યારે 9 વાગ્યાથી જ કર્ફ્યૂનો અમલ શરૂ થઈ ગયો છે. રાજકોટના રાજમાર્ગો પર ચારે તરફ સન્નાટો છવાઈ ગયો છે. જાણે મોડી રાતના 2 વાગ્યા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો સ્વૈચ્છાએ નવ વાગ્યા પહેલા કામ ધંધા બંધ કરીને ઘરમાં ઘૂસી ગયા છે અને કર્ફ્યૂના અમલમાં સહયોગ આપી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં કોરોના વાઇરસનું સંક્રમણ વધતા પરિસ્થતિ વણસે તે પહેલા જ સરકારે કડક પગલા લીધા છે.

પોલીસે રસ્તે આવતા-જતા લોકોની પૂછપરછ હાથ ધરી
પોલીસે રસ્તે આવતા-જતા લોકોની પૂછપરછ હાથ ધરી

અવરજવર કરતા લોકોની પોલીસ પૂછપરછ કરી રહી છે
રાતે 9 વાગ્યા પછી DivyaBhaskarની ટીમે રેસકોર્ષ, કિસાનપરા ચોક, કાલાવડ રોડ, કે.કે.વી.ચોક સહિતના રાજમાર્ગો પર જઈ રિયાલિટી ચેક કર્યું હતું. આ દરમિયાન ગણ્યાગાંઠ્યા લોકો રોડ પર અવરજવર કરતા જોવા મળ્યાં હતાં. ત્યારે રસ્તે દેખાતા લોકોને ઊભા રાખી પોલીસ પૂછપરછ રહી છે. શહેરના મોટા ભાગના વિસ્તારોમાં સન્નાટો છવાઈ ગયો છે. ત્યારે અવરજવર કરતા કેટલાક લોકોએ હોસ્પિટલ અને દવા લેવા જવું છે, નોકરીમાંથી મોડું થઈ ગયું તેવા કારણો આપ્યા હતા.

પોલીસે તમામ રસ્તાઓ ઉપર પેટ્રોલિંગ શરૂ કર્યું
પોલીસે તમામ રસ્તાઓ ઉપર પેટ્રોલિંગ શરૂ કર્યું

નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી
આ મામલે રાજકોટ પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા કેટલીક શરતો સાથે લોકોને પોતાના વ્યવસાયની છૂટ આપવામાં આવી છે. ત્યારે લોકોએ સામાજિક અંતર રાખવું, માસ્ક પહેરવું જેવી કોરોનાની ગાઇડલાઇનના તમામ નિયમોનું પાલન કરવું આવશ્યક છે. આમ છતાં શહેરમાં સોશિયલ ડિસ્ટન્સનો અને ફરજીયાત માસ્ક અંગેના નિયમનો ભંગ કરતા ધંધાર્થીઓ સહિત લોકો વધુ સતર્ક બને, સમજદારીથી પોતાની નાગરિક ફરજ બજાવે તે માટે તંત્ર દ્વારા દંડ વસૂલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

શહેરમાં આવેલા તમામ મુખ્ય માર્ગો પર સન્નાટો છવાયો
શહેરમાં આવેલા તમામ મુખ્ય માર્ગો પર સન્નાટો છવાયો

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો