શંકાએ જીવ લીધો:જસદણમાં નવોઢા મોડી રાત્રે ફોન પર અજાણી વ્યક્તિ સાથે વાત કરતી હતી, પતિએ ચારિત્ર્ય બાબતે શંકા જતા ગળેટૂંપો મોતને ઘાટ ઉતારી દીધી

જસદણ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતક પત્નીની આરોપી પતિ સાથે ફાઈલ તસવીર - Divya Bhaskar
મૃતક પત્નીની આરોપી પતિ સાથે ફાઈલ તસવીર
  • 4 મહિના પહેલા જ બન્નેના લગ્ન થયા હતા
  • મૃતદેહને જસદણ સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડાયો

જસદણમાં પરિણીતા મોડી રાત્રે ફોન પર અજાણી વ્યક્તિ સાથે વાત કરતી હતી એ સમયે પતિએ ચારિત્ર્ય બાબતે શંકા કરી નવોઢાનું ગળું દબાવી તેની હત્યા કર્યાનું સામે આવ્યું છે. જ્યાં મોડીરાત્રે માથાકૂટ થતા રોષે ભરાયેલા પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. અને પોલીસ સ્ટેશને હાજર થયો હતો. આ મામલે જસદણ પોલીસમાં પરિણીતાના પિતાએ નોંધાવેલી ફરિયાદને આઘારે ગુનો નોંધી પતિની ધરપકડ કરી છે.

મૃતદેહને જસદણ સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડાયો
મૃતદેહને જસદણ સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડાયો

બન્નેના 4 મહિના પહેલા જ લગ્ન થયા હતા
પ્રાપ્ત વિગતો અનુસાર જસદણના ગઢડીયા રોડ પર સુર્યવંદના સોસાયટીમાં રહેતી હેતી આશીયાનાબેન પઠાણ(ઉ.વ.19) મોડીરાત્રે કોઈ અજાણ્યા શખ્સ સાથે ફોન પર વાતચિત કરતી હતી. એ સમયે આરોપી પતિ મમદશા પઠાણ આવ્યો હતો. ત્યાર પણ પત્નીની વાતો ચાલુ રહેતા પતિ રોષે ભરાયો હતો અને પત્ની પર ઘાતકી હુમલો કરી ગળેટુંપો દઇ મોતને ઘાટ ઉતારી દીધી હતી.ઉલ્લેખનીય છે કે બન્નેના 4 મહિના પહેલા જ લગ્ન થયા હતા.

જસદણ પોલીસ ઘટના સ્થળે પહોંચી
જસદણ પોલીસ ઘટના સ્થળે પહોંચી

પિતાએ જમાઇ સામે ફરિયાદ નોંધાવી છે
આ ઘટનાની જાણ થતા જસદણ પી.આઇ. કે.જી. રાણા સહિતનો સ્ટાફ ઘટના થળે દોડી જઇ તપાસ હાથ ધરી હતી. અને મૃતદેહને જસદણ સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડાયો હતો. આશીયાનાબેનનું પીયર ભાવનગર જિલ્લાના રંધીળા તાલુકાના ગઢુલા ગામે આવેલ છે. જેની જાણ તેના પિતાને કરતા તેઓ જસદણ દોડી આવ્યા હતા અને જમાઇ સામે ફરિયાદ નોંધાવી છે.
( દિપક રવિયા અને કરશન બામટા,જસદણ )