તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘CM’ની ખુરશી ડગવી ન જોઈએ:રાજકોટ આવેલા નવનિયુક્ત CM ભૂપેન્દ્ર પટેલને કલેક્ટર ઓફિસે બેસાડવા માટે ચાર વખત ખુરશી બદલવી પડી!

રાજકોટ2 દિવસ પહેલા
બધાએ એકસાથે હાથ લાંબા કરી કહ્યું, અહીં બેસો.
  • કારણ કે વ્હીલવાળી ખુરશી સુરક્ષાકર્મીએ નકારી તો કેટલીક સંતુલિત ન હતી

નવનિયુક્ત CM ભૂપેન્દ્ર પટેલ મંગળવારે પ્રથમવાર રાજકોટની મુલાકાતે આવ્યા હતા. તેમણે જિલ્લા કલેક્ટર કચેરીએ અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી. બેઠક ચાલતી હતી એ સમયે કચેરીમાં પ્રેસ-કોન્ફરન્સની તૈયારી થઈ રહી હતી, જેમાં સીએમને બેસવા માટે એક-બે નહીં, ચાર ખુરશી બદલાઇ હતી અને પાંચમી ખુરશીમાં સીએમ બેઠા હતા.

સૌથી પહેલા બે ખુરશી મૂકી હતી. એમાંથી એક ખુરશી જ રાખી અને એ પણ યોગ્ય ન લાગતાં એને બદલી નાખવા માટે કહી દેવામાં આવ્યું હતું અને બીજી ખુરશી તાત્કાલિક આવી હતી.
સૌથી પહેલા બે ખુરશી મૂકી હતી. એમાંથી એક ખુરશી જ રાખી અને એ પણ યોગ્ય ન લાગતાં એને બદલી નાખવા માટે કહી દેવામાં આવ્યું હતું અને બીજી ખુરશી તાત્કાલિક આવી હતી.

બધાએ એકસાથે હાથ લાંબા કરી કહ્યું, ‘અહીં બેસો’
મુખ્યમંત્રી આવ્યા ત્યારે એક જ ખુરશી રાખવામાં આવી હોવાથી સાંસદ કુંડારિયા અને ધડુક તેમજ ધારાસભ્યો, અગ્રણીઓએ તમામે એક જ સાથે ખુરશી તરફ હાથ રાખીને મુખ્યમંત્રીને બેસવા માટે આમંત્રિત કર્યા હતા. મુખ્યમંત્રીએ બેસીને સાંસદને પણ બોલાવ્યા હતા, જોકે તમામે ઊભા રહેવાનું જણાવ્યું હતું અને ત્યાર બાદ મુખ્યમંત્રીએ જ સંબોધન કર્યું હતું.

બીજી ખુરશી મગાવાઈ, જોકે એ પણ યોગ્ય ન લાગતાં ફરીથી અન્ય ખુરશીઓ મગાવી હતી.
બીજી ખુરશી મગાવાઈ, જોકે એ પણ યોગ્ય ન લાગતાં ફરીથી અન્ય ખુરશીઓ મગાવી હતી.
કોઈ ખુરશી નીચી તો કોઈ વ્હીલવાળી તો કોઈ એક તરફ નમતી હતી. આખરે પાંચમી પસંદ કરાઈ હતી.
કોઈ ખુરશી નીચી તો કોઈ વ્હીલવાળી તો કોઈ એક તરફ નમતી હતી. આખરે પાંચમી પસંદ કરાઈ હતી.
અન્ય સમાચારો પણ છે...