તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

નવો ટ્રેન્ડ:રાજકોટમાં પીઝા, બર્ગર, ઢોસા, મિક્સ મિઠાઈ સહિત ફૂડ થીમ પર રાખડી બને છે, બાળકોમાં આકર્ષણનું કેન્દ્ર બની

રાજકોટ3 મહિનો પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
ઈમિટેશનના વેપારીઓએ ફૂડ થીમ પર રાખડી બનાવી
  • ઇમિટેશન બજારના કારીગરોએ પોતાની આગવી કળા મુજબ ફૂડ થીમ પર રાખડી તૈયાર કરી
  • કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે મોટાભાગના વેપારીઓ માત્ર ઓનલાઈન વેચાણ કરી રહ્યા છે

ભાઇ-બહેનના પવિત્ર પ્રેમના પ્રતિક સમાજ રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે રાજકોટમાં હાલ કોરોનાની મહામારીને કારણે ઈમિટેશનનો વ્યવસાય ઠપ્પ થઇ ગયો છે. આથી વેપારીઓ અને કારીગરો પોતાનું ગુજરાન ચલાવવા માટે રક્ષાબંધનના તહેવારને ધ્યાને લઇને અવનવી રાખડી બનાવી રહ્યા છે. આ વર્ષે રાજકોટમાં નવો જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. વેપારીઓ દ્વારા પીઝા, બર્ગર, ઢોસા, મિક્સ મિઠાઈ જેવી ફૂડ થીમ પર રાખડી બનાવી રહ્યા છે. આ રાખડી બાળકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.

ઇમિટેશનના વ્યવસાયમાં મંદીનો માહોલ હોવાથી વેપારીઓએ નવો ટ્રેન્ડ અજમાવ્યો
ઇમિટેશનના વ્યવસાયમાં મંદીનો માહોલ હોવાથી વેપારીઓએ નવો ટ્રેન્ડ અજમાવ્યો

સૌરાષ્ટ્રમાં પ્રથમ ફૂડ રાખડીનું વેચાણ રાજકોટમાં શરૂ થયું 
આ વર્ષે રાજકોટની બજારમાં ફૂડ રાખડી આકર્ષણનું કેન્દ્ર બની છે. સૌરાષ્ટ્રમાં પ્રથમ ફૂડ રાખડીનું વેચાણ રાજકોટમાં શરૂ થયું છે. રાજકોટનું ઇમિટેશન બજાર સમગ્ર દેશમાં જાણિતું છે. આથી ઇમિટેશન બજારના કારીગરોએ પોતાની આગવી કળા મુજબ ફૂડ થીમ પર રાખડી તૈયાર કરી છે. આ ફૂડ રાખીમાં પીઝા, બર્ગર , ઢોસા, પાણીપુરી, મિક્સ મીઠાઈ, ઘૂઘરા, સેન્ડવીસ અને મેગી જેવી ફૂડ ડીસનો સમાવેશ થાય છે. ઇમિટેશનની હાલ માર્કેટમાં મંદીનો માહોલ છે. તેવામાં કારીગરો પોતાની આગવી કળા મુજબ બાળકોની પ્રિય ફૂડ થીમ પર રાખડી તૈયાર કરી છે.  કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે મોટાભાગના વેપારીઓ માત્ર ઓનલાઈન વેચાણ કરી રહ્યા છે અને તેમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. રાજકોટની ઈમિટેશન માર્કેટ જ્વેલરીની સાથે રાખડી બનાવવામાં પણ દેશભરમાં જાણીતું છે. રાખડી માટે હોલસેલના ઓર્ડર માર્ચ મહિનાથી મળવાના શરૂ થઈ જતા હોય છે પરંતુ કોરોનાની મહામારીને કારણે આ બુકિંગ મે મહિનામાં મળ્યા છે. જે બે મહિના મોડા નોંધાયા છે.

ગત વર્ષ કરતા આ વર્ષે કોરોનાને કારણે ઓર્ડરોમાં ઘટાડો થયો
ગત વર્ષ કરતા આ વર્ષે કોરોનાને કારણે ઓર્ડરોમાં ઘટાડો થયો

ઓર્ડર પણ 30 ટકા મળ્યા જ છેઃ વેપારી 
રાખડીના વેપારી ચતુરભાઈ રામાણીના જણાવ્યાનુસાર રાજકોટની રાખડી બજારમાં અન્ય રાજ્યોના વેપારીઓનો હોલસેલ વેપાર ગત વર્ષે અંદાજિત રૂ.45 લાખનો હતો. હોલસેલર વેપારીઓ અમારી પાસેથી રૂ. 10થી લઇને રૂ. 50ની કિંમતની રાખડીની ડિમાન્ડ કરતા હોય છે. જ્યારે આ વર્ષે વેપારીઓએ માત્ર રૂ.1થી લઇને રૂ. 10 સુધીની કિંમતની રાખડી મગાવી છે. તેમજ આ વર્ષે ઓર્ડર પણ 30 ટકા જ મળ્યા છે. વેપારી મુકેશભાઇ ડોબરિયા કહે છે કે, રાજકોટમાં બનતી રાખડીની માંગ લ્હી, મુંબઈ, પંજાબ, રાજસ્થાન, યુપી જેવા રાજ્યોમાં હોય છે. રાજકોટમાં 200થી 300 જેટલા વેપારીઓ રાખડી બનાવે છે અને 10 હજારથી વધુ બહેનોને રોજીરોટી મળે છે, પરંતુ રાખડીના ઓર્ડર નહીં મળતા તેની રોજીરોટી પર અસર પડી છે. રાજકોટની ઈમિટેશન માર્કેટને GIDC ફાળવવામાં આવે તો પણ અમને ખૂબ ફાયદો થાય. રુદ્રાક્ષ, ચંદનની રાખડી અને સિમ્પલ રાખડી એવરગ્રીન રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો