• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • New Scandal Of Imperial Hotel Opened In Rajkot After Nude Dance Scandal And Gambling Den, 3 Kg Of Inedible Food Found During Health Check

આરોગ્યના દરોડા:રાજકોટમાં ન્યૂડ ડાન્સકાંડ અને જુગારધામ બાદ ઇમ્પિરિયલ હોટલનું નવું કૌભાંડ ખુલ્યું, આરોગ્યના ચેકીંગ દરમિયાન 3 કિલો અખાદ્ય ખોરાક મળ્યો

રાજકોટ4 દિવસ પહેલા
ઈમ્પિરિયલ પેલેસમાંથી અખાદ્ય ખોરાક મળ્યો
  • ભોયતળીયાની સફાઇ, ડસ્ટબીન કવર રાખવા, બિનજરૂરી પેકેજીંગ મટીરીયલ્સ તેમજ પ્રિપેર્ડ ફુડના પ્રિઝર્વેશનમાં તારીખનું ટેગીગ કરેલ ન હોવા બાબતે નોટીસ ફટકારવામાં આવી
  • છેલ્લા 3 દિવસમાં મનપા દ્વારા 56 દુકાનો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને 40 કિલો અખાદ્ય ખોરાકનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો

રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર આવેલી ખ્યાતનામ હોટેલ ઈમ્પિરિયલ પેલેસમાં એક પછી એક કૌભાંડ સામે આવી રહ્યા છે. ગત મહિને જ અશ્લીલ મહેફિલનો ન્યૂડ વીડિયો વાયરલ અને હાઈપ્રોફાઇલ જુગારધામ ઝડપાયા બાદ આજે ઈમ્પિરિયલ પેલેસમાંથી આરોગ્યના ચેકીંગ દરમિયાન 3 કિલો અખાદ્ય ખોરાક મળ્યો હતો જેને પગલે મનપા દ્વારા હોટલને નોટીસ ફટકારવામાં આવી હતી.આ હોટલમાં વર્ષો અગાઉ આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો અને ફિલ્મ સ્ટારના ઉતારા પણ રહ્યા છે. પરંતુ થોડા મહિના અગાઉ જે રીતે હોટલના રૂમમાં લાઇવ થઇ ગયેલુ પીકચર લોકોએ વિડીયોમાં જોયું તે બાદ સંસ્કારી લોકો હોટલમાં પગ મુકતા વિચારતા થઇ ગયા છે.

ઈમ્પિરિયલ પેલેસમાંથી આરોગ્યના ચેકીંગ દરમિયાન 3 કિલો અખાદ્ય ખોરાક મળ્યો
ઈમ્પિરિયલ પેલેસમાંથી આરોગ્યના ચેકીંગ દરમિયાન 3 કિલો અખાદ્ય ખોરાક મળ્યો
મનપાની આરોગ્ય શાખા દ્વારા યાજ્ઞિક રોડ પર આવેલી 5 હોટેલ પર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું
મનપાની આરોગ્ય શાખા દ્વારા યાજ્ઞિક રોડ પર આવેલી 5 હોટેલ પર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું

સફાઈ બાબતે નોટિસ ફટકારવામાં આવી
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર આજે મનપાની આરોગ્ય શાખા દ્વારા યાજ્ઞિક રોડ પર આવેલી 5 હોટેલ પર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જ્યાં ઈમ્પિરિયલ હોટલમાં 3 કિલો વાસી પુરણપુરી અને પીઝા બેઇઝના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. તેમજ ભોયતળીયાની સફાઇ, ડસ્ટબીન કવર રાખવા, બિનજરૂરી પેકેજીંગ મટીરીયલ્સ તેમજ પ્રિપેર્ડ ફુડ ના પ્રિઝર્વેશનમાં તારીખનું ટેગીગ કરેલ ન હોવા બાબતે નોટિસ ફટકારવામાં આવી હતી.

હાઇજીન બાબતે નોટિસ ફટકારવામાં આવી
હાઇજીન બાબતે નોટિસ ફટકારવામાં આવી

ગેટવેલ મેડીસિન્સને લાયસન્સ બાબતે નોટીસ
આ ઉપરાંત ટોમેટો રેસ્ટોરન્ટમાંથી 3 કિલો વાસી ગ્રેવી, 1 કિલો બોઇલ્ડ નુડલ્સ અને 2 કિલો બોઇલ્ડ રાઇસનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો તથા હાઇજીન બાબતે તેમજ પ્રિપેર્ડ ફુડના પ્રિઝર્વેશનમાં તારીખનું ટેગીગ કરેલ ન હોવા બાબતે નોટિસ ફટકારવામાં આવી હતી. હોટલ બીઝ ખાતે ચકાસણી કરી હાઇજીનીક કન્ડીશન બાબતે નોટીસ ફટકારવામાં આવી હતી. અને ગેટવેલ મેડીસિન્સને લાયસન્સ બાબતે નોટીસ આપી હતી.

રાધે ચાઇનીઝ પંજાબી ખાતે 2 કિલોવાસી નુડલ્સનો નાશ કરવામાં આવ્યો
રાધે ચાઇનીઝ પંજાબી ખાતે 2 કિલોવાસી નુડલ્સનો નાશ કરવામાં આવ્યો

40 કિલો અખાદ્ય ખોરાકનો સ્થળ પર નાશ
આ સાથે મનપા દ્વારા તા.22-11ના રોજ મેઘાણી રંગભવનની પાછળ દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાં શ્રી ગણેશ ચાઇનીઝ પંજાબી, પાછળ ખાતે 1 કિલો વાસી ચટણી, મહાકાળી પાણીપુરી ખાતે 5 કિલો વાસી બટાટા, રાજુભાઇ પાણીપુરી ખાતે 4 કિલો વાસી બટાટા, મહાકાળી પાણીપુરી એન્ડ ભેળ ખાતે 8 લીટર પાણીપુરીનું વાસી પાણી અને શ્રી રાધે ચાઇનીઝ પંજાબી ખાતે 2 કિલોવાસી નુડલ્સનો નાશ કરવામાં આવ્યો હતો અને તા.23-11ના રોજ યુનિવર્સિટી રોડ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાં મહાદેવ રેસ્ટોરન્ટ ખાતે 4 કિલો વાસી બટાટા, 2 કિલો વાસી ડુંગળીનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો અને જય દ્વારાકાધીશ હોટલ, યુનિવર્સિટી રોડ ખાતે લાયસન્સ તેમજ હાઇજીન બાબતે નોટિસ ફટકારવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...