જળાશય પર મેઘમહેર:ભાદર, ન્યારી-1 સહિત 11 ડેમમાં નવાં નીર,14 ડેમ છલોછલ, જળજથ્થો 55.11 ટકા

રાજકોટ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સૌરાષ્ટ્રના 7 જળાશય પર મેઘમહેર
  • 3.22 MCFT જળરાશિ વધી : રાજકોટ જિલ્લામાં 59.34 ટકા પાણી

સૌરાષ્ટ્રમાં ભાદર, ન્યારી-1 સહિત 11 ડેમમાં નવાં નીર ઠલવાતા 3.22 મિલિયન ક્યૂબિક ફીટ (એમસીએફટી) નવા પાણીનો ઉમેરો થતા સરેરાશ જળરાશિ 55.11 ટકા થઇ છે. હાલ 14 જળાશય છલોછલ છે ત્યારે સાત જળાશય પર વધુ મેઘમહેર થઇ હતી.સૌરાષ્ટ્રના 141 ડેમમાં સોમવારે 1423.29 એમસીએફટી પાણી હતું, જે મંગળવારે 3.22 વધી 1426.51 એમસીએફટી થયું હતું. સિંચાઇ વર્તુળ એકમ અંતર્ગત રાજકોટ જિલ્લામાં ભાદરમાં 0.20, મોજમાં 0.59, વેણુ-2માં 0.16, આજી-3માં 0.20, ગોંડલીમાં 0.66, વાછપરીમાં 0.49, ન્યારી-1માં 0.16 ફૂટ પાણી ઠલવાયું હતું.

તો વેણુ-2, ગોંડલી, વાછપરી, છાપરવાડી-2 અને ઇશ્વરિયા જળાશય પર મેઘમહેર થઇ હતી. મોરબી જિલ્લામાં બ્રાહ્મણી-1 ઉપર 6 મીમી વરસાદ પડ્યો હતો. હાલારમાં ફૂલઝર-2માં 0.49 ફૂટ નવું પાણી આવ્યું હતું. દ્વારકા જિલ્લામાં વર્તુ-2માં 0.16, વેરાડી-2માં 0.16 ફૂટ, ઝાલાવાડમાં ત્રિવેણી ઠાંગામાં 0.33 ફૂટ નવું પાણી ઠલવાયું હતું. રાજકોટ જિલ્લામાં 59.34 ટકા પાણી જળાશયોમાં સંગ્રહાયું છે.

અન્ય સમાચારો પણ છે...