તેલના ભાવમાં વધઘટ:મગફળીની બુધવારથી નવી આવક શરૂ થઇ શકે

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આજે 30 હજાર મણ કપાસની આવકનો અંદાજ, સુવિધા વધવાને કારણે યાર્ડમાં અન્ય જણસીની 24 કલાક આવક સ્વીકારવાનું શરૂ

ગત સપ્તાહે ખાદ્યતેલમાં સામાન્ય વધ-ઘટ રહેવાને કારણે મગફળીની ખરીદીમાં થોડી ઘણી બ્રેક લાગી છે. એક અંદાજ મુજબ 2 હજાર ગુણી મગફળીનો નિકાલ હજુ બાકી છે. આ મગફળીનો બુધવાર સુધીમાં નિકાલ થઇ જાય તેવી સંભાવના છે. જો નિકાલ થઈ જાશે તો બુધવારથી નવી આવક સ્વીકારવામાં આવશે. ગત સિઝનમાં યાર્ડમાં દરેક જણસીની આવક વધારે હતી. આથી આ વખતે સુવિધા વધારવામાં આવી છે. જેને કારણે અત્યારે યાર્ડમાં મગફળી સિવાય તમામ જણસીની આવક 24 કલાક ચાલુ છે. જોકે આજે કપાસની આવક 30 હજાર મણ થાય તેવો અંદાજ છે.

આ અંગે વેપારીઓના જણાવ્યા મુજબ ખાદ્યતેલમાં આખું સપ્તાહ સતત વધ-ઘટ રહી હતી. અને શનિવારે બંધ થતી બજારે તેલનો ડબ્બો રૂ. 2680નો થયો હતો. આથી મગફળીની ખરીદીમાં તેની અસર જોવા મળી હતી. યાર્ડમાં શનિવારે મગફળીનો ભાવ રૂ.1050થી 1285 સુધી રહ્યો હતો. એક અંદાજ મુજબ આગામી દિવસોમાં ભાવની સપાટી રૂ. 1300એ પહોંચશે. દરેક વખતની જેમ રાજ્ય બહારના ખેડૂતો-વેપારી અને ઓઈલમિલરો ખરીદી માટે આવશે. ચાઈનાની ડિમાન્ડ હોવાને કારણે સીંગદાણાના એક્સપોર્ટમાં પણ તેજી જોવા મળી રહી છે.

હાલ મગફળીમાં જેટલી આવક છે તેના જેટલી આવક સીંગદાણામાં પણ જોવા મળી રહી છે. સિઝનમાં 24 કલાક યાર્ડ શરૂ રહેવાને કારણે ખેડૂતો-વેપારીઓની સુવિધામાં વધારો થયો છે. મગફળી-કપાસ ઉપરાંત તલમાં પણ તેજી જોવા મળે છે. સૌરાષ્ટ્રભરના ખેડૂતો બેડી યાર્ડમાં પોતાની જણસી ઠાલવી રહ્યાં છે. સિંગતેલનો ડબ્બો 2680 એ સ્થિર થયો છે. જોકે સિઝનનું સિંગતેલ ભરવાની ખરીદી હવે નીકળશે ત્યારે મગફળીના ભાવ વધી શકે છે.

અન્ય સમાચારો પણ છે...