ખેડૂતો ખુશખુશાલ:રાજકોટ યાર્ડમાં નવા જીરુંની આવક મુહૂર્તના સોદામાં રૂ.11,111 ઉપજ્યા

રાજકોટ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મગફળીનો ભાવ હવે રૂ.1500એ પહોંચવામાં માત્ર રૂ.50નું જ છેટું

ગોંડલ બાદ શનિવારે બેડી યાર્ડમાં નવા જીરુંની આવક થઇ હતી. નવું જીરું 1080નું કિલો આવ્યું હતું. અને એક મણનો ભાવ રૂ.11,111 ઉપજ્યો હતો. જ્યારે બાકીની આવક રાબેતા મુજબની રહી હતી અને એક મણનો ભાવ રૂ.6550 મળ્યો હતો.

જ્યારે મગફળીનો ભાવ રૂ.1500એ પહોંચવામાં માત્ર રૂ.50નું જ છેટું છે. આ અંગે સૂત્રોના જણાવ્યા મુજબ કુલ ત્રણ ખેડૂત નવું જીરું લઇને આવ્યા હતા. આ ત્રણેય ખેડૂતનો માલ એક જ વેપારીએ ખરીદ કર્યો હતો. નવા જીરુંનો લઘુતમ ભાવ રૂ. 5100 હતો. જ્યારે સૌથી ઊંચો ભાવ રૂ.11,111 બોલાયો હતો. નવા જીરુંમાં ઉંચા ભાવ મળતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા હતા. હવે માર્ચ મહિનાથી રાબેતા મુજબની આવક થશે.

આજે મગફળી-લસણ સ્વીકારાશે
બીજી જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી સુકા મરચાંની આવક સંપૂર્ણ પણે બંધ કરવામાં આવી છે. જ્યારે આજ રોજ મગફળી તથા લસણની નવી આવક સવારે 9.00થી રાત્રે 9.00 સુધી સ્વીકારવામાં આવશે. બાકીની અન્ય જણસી રાબેતા મુજબ ચાલુ રહેશે.

સિંગતેલનો ડબ્બો રૂ.2720 પહોંચ્યો
ખાદ્યતેલમાં શનિવારે બંધ થતી બજારે સામાન્ય વધઘટ જોવા મળી હતી. જેમાં સિંગતેલમાં ડબ્બે રૂ.10નો ઘટાડો થયો હતો અને ડબ્બાનો ભાવ રૂ.2720 થયો હતો. જ્યારે કપાસિયા તેલનો ભાવ 10 રૂપિયા ઘટીને રૂ.2155 થયો હતો. જ્યારે બાકી અન્ય સાઈડ તેલમાં સ્થિર વલણ હતું. શનિવારે મગફળીનો ભાવ રૂ.1450 સુધી બોલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...