કપાસની આવક:યાર્ડમાં નવા કપાસની આવક, ભાવ પડ્યા પણ વેપાર ન થયો

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અમરેલીના ખેડૂત ચાર મણ નવો કપાસ લાવ્યા’તા, રૂ.1851નો ભાવ બોલાયો, ખેડૂતે વેચવાની ના પાડી

અમરેલી બાદ રાજકોટ યાર્ડમાં ગુરુવારે નવા કપાસની આવક થઈ હતી. અમરેલી, સાવરકુંડલાના ખેડૂત ચાર મણ નવો કપાસ લઈને આવ્યા હતા. નવો કપાસ બેડી યાર્ડમાં હરાજીમાં મૂકવામાં આવ્યો હતો. નવો કપાસ આવતા એક મણ કપાસનો ભાવ રૂ.1851 બોલાયો હતો. જોકે ભાવ નક્કી થયા બાદ ખેડૂતોએ પોતાનો કપાસ વેચવાની ના બોલતા કપાસમાં વેપાર થયો નહોતો. સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ જેમને કપાસનું આગોતરું વાવેતર કર્યું છે તેવા ખેડૂતોના કપાસની આવક થઈ રહી છે.

ગુરુવારે અમરેલી પંથકમાંથી ખેડૂતો પોતાની ગાડી લઇને બેડી યાર્ડમાં ચાર મણ કપાસ લઇને આવ્યા હતા. સામાન્ય રીતે હાલ કપાસનો ભાવ યાર્ડમાં રૂ.1750 થી લઇને 1800 રૂપિયા સુધીનો બોલાઈ રહ્યો છે. નવા કપાસની આવક થતા કેટલાક વેપારીઓ ખરીદી કરવા માટે પણ તૈયાર થયા હતા અને તેમને મુહૂર્તના સોદામાં રૂ. 1851 નો ભાવ બોલાયો હતો. જ્યારે ખેડૂતોને આ ભાવ ઓછો લાગતા તેને હરાજી બોલાયા બાદ કપાસ વેચવાની ના પાડી દીધી હતી. હાલમાં એક બાજુ કપાસની ડિમાન્ડ છે પરંતુ સામે આવક નહિ હોવાથી ભાવ ઊંચકાયા છે.

અન્ય સમાચારો પણ છે...