સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા ગોંડલ યાર્ડમાં આજથી નવા કપાસની આવક શરૂ થઈ ગઈ છે. આજે નવા કપાસની હરાજીના વેપારોઓ દ્વારા શ્રીગણેશ કરવામાં આવ્યા હતા. નવા કપાસની બે ભારીને પહેલા વેપારીઓએ ગુલાબની પાંદડી પડે વધામણા કર્યા હતા. ગોંડલ માર્કેટ યાર્ડમાં નવા કપાસની 15થી 20 ભારીની આવક થઈ હતી. જેમાં 2 ભારી કપાસની હરાજી કરીને વેપારીઓએ નવા કપાસની ખરીદીના શ્રીગણેશ કર્યા હતા. નવા કપાસની હરાજીમાં શુકનના 20 કિલોના ભાવ 2101 બોલાયા હતા. જ્યારે ગત વર્ષે નવા કપાસની ખરીદીનો પ્રારંભ 1200 રૂપિયામાં કરીને કર્યો હતો.
નવી મગફળીની આવક પણ શરૂ થવા લાગી
મગ, અડદ, તલની આવકકપાસની સાથોસાથે ગોંડલ માર્કેટ યાર્ડમાં મગ, અડદ અને તલની આવક પણ થઈ રહી છે. ભારે વરસાદને કારણે આ વર્ષે સૌરાષ્ટ્રમાં કઠોળનાં પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. ત્યારે આ વર્ષે સૌરાષ્ટ્રના યાર્ડોમાં કઠોળની આવકનું પ્રમાણ ઘટ્યું છે. આ સિવાય નવી મગફળીની આવક પણ શરૂ થવાં લાગી છે.
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી કપાસના પાકને નુકસાન
આ વર્ષે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસતા સૌથી વધુ કપાસના પાકને નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે કપાસમાં પહેલા ફાલના જીંડવા ખરી ગયા હોવાથી મોટું નુકસાન પહોંચ્યું છે. તેમજ સતત વરસાદને કારણે મોટાભાગના વિસ્તારોમાં કપાસનો પાક બળી ગયો છે. આથી જંતુનાશક દવા, ખાતરનો ખર્ચ વધી રહ્યો છે. ત્યારે કપાસના યોગ્ય ભાવ મળે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.
(હિમાંશુ પુરોહિત-ગોંડલ)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.