તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઢેબર રોડ ખાતેના બસપોર્ટ પરથી સમગ્ર રૂટની બસનું સંચાલન શરૂ થયા બાદ ટ્રાફિકના કારણે મુસાફરોની મુશ્કેલીમાં વધારો થયો છે. મુસાફરોની મુશ્કેલીને ધ્યાનમાં રાખી આજથી કામચલાઉ બસ સ્ટેન્ડ માધાપર ખાતે શરૂ કરી દેવામાં આવ્યું છે. જેમાં 5 પ્લેટફોર્મ ઊભા કરવામાં આવ્યા છે અને જામનગર, મોરબી અને જુનાગઢ રૂટની 70 ટ્રીપની બસ અહીંથી જ ઉપાડવામાં આવી રહી છે..
પાકા પાયે બસ સ્ટોપ બનાવવામાં દોઢ વર્ષ નીકળી જશે
આ બસ સ્ટેન્ડ પરથી જૂનાગઢ, મોરબી અને જામનગર રૂટની 70 બસ ઉપડશે અને અહીં સ્ટોપ થશે. જેમાં જામનગર તરફની 37 ટ્રીપ, જૂનાગઢ તરફની 25 ટ્રીપ અને મોરબી રૂટની 8 ટ્રીપ બસની ઉપડશે. વધુમાં એસ.ટી.વિભાગના નિયામક યોગેશ પટેલના જણાવ્યા અનુસાર હાલ અહીં 5 પ્લેટફોર્મ બનાવવામાં આવ્યા છે. જ્યારે પાકા પાયે બસ સ્ટેન્ડ બનવામાં અંદાજિત દોઢ વર્ષનો સમય નીકળી જશે.
મુસાફરોને હાલાકી પડ્યાના દ્રશ્યો જોવા મળ્યાં
બસ સ્ટેન્ડમાં પૂછપરછ ઓફિસ, વિદ્યાર્થી અને મુસાફરો માટે પાસની સુવિધા, પેસેન્જર માટે વેઈટિંગ એરિયાની સુવિધા કરવામાં આવી છે. જો કે બસ સ્ટેન્ડ ખાતેના દ્રશ્યો કંઇક અલગ જોવા મળ્યા હતા. અહીં કેટલીક બસ ઉભી ન રહેતા મુસાફરો રસ્તા પર ઉભા નજરે પડ્યા હતા અને માહિતીના અભાવના કારણે હાલાકી ભોગવી રહ્યા હતા.
પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.