મતદાન કરવા માટેનો સંદેશો:નવા 75 હજાર ચૂંટણીકાર્ડ તૈયાર, મતદાન જાગૃતિના સંદેશ સાથે ઘરે પહોંચાડાશે

રાજકોટ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોસ્ટલ કવરમાં અલગ-અલગ ચિત્રો અને સૂત્રોનો ઉપયોગ

વિધાનસભાની ચૂંટણીને લઈને તૈયાર કરાયેલા 75753 ચૂંટણી કાર્ડ હવે લોકોના ઘરે પહોંચાડવાની તૈયારી થઈ રહી છે અને આ કાર્ડ ઘર સુધી પહોંચે તેમાં પણ મતદાન કરવાનો સંદેશ લોકો સુધી પહોંચે તે માટે ખાસ પ્રકારના પોસ્ટલ કવર જિલ્લા ચૂંટણી તંત્રએ છપાવ્યા છે.

નવા મતદાર કાર્ડ આકર્ષક ડિઝાઇનવાળા તૈયાર કરવામાં આવ્યા છે. આ કાર્ડ જે પોસ્ટ કવરમાં વિતરીત કરવામાં આવી રહ્યાં છે, તેના પર મતદારોને નૈતિક મતદાન માટે પ્રેરિત કરતા અને મતદાર હોવાનું ગૌરવ જગાવતા સંદેશા પ્રિન્ટ કરવામાં આવ્યા છે.

મતદારયાદી સુધારણા બાદ જિલ્લામાં 75753 નવા મતદાર કાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. આ કાર્ડ ડેબિટ કે ક્રેડિટ કાર્ડ જેવા આકર્ષક ડિઝાઇનવાળા છે. ઉપરાંત તેમાં ઘણી નવીનતા પણ ઉમેરવામાં આવી છે. હાલ વિતરણ શરૂ કરાતા મતદારોને નવું કાર્ડ મળે છે, તેની સાથે નૈતિક મતદાન કરવા માટેનો સંદેશો પણ મળે છે.

ચૂંટણી પંચની વેબસાઈટ, 1950 વોટર હેલ્પલાઇન નંબર, નામ નોંધણી ચકાસવા માટે વોટર પોર્ટલની માહિતી, વોટર હેલ્પલાઇન એપ વગેરેની વિગતો પણ પ્રિન્ટ કરવામાં આવી છે. જેનાથી નાગરિકો ચૂંટણી પંચની પ્રક્રિયા અંગે જાગૃત બનાવવા પ્રયાસ કરાશે.

સૌથી વધુ રાજકોટ ગ્રામ્ય બેઠક વિસ્તારમાં અપાશે કાર્ડ

બેઠક

નવા કાર્ડની સંખ્યા

રાજકોટ પૂર્વ9069
રાજકોટ પશ્ચિમ10590
રાજકોટ દક્ષિણ7423
રાજકોટ ગ્રામ્ય16837
જસદણ7613
ગોંડલ5624
જેતપુર40583
ધોરાજી8014
અન્ય સમાચારો પણ છે...