રાજકોટ એરપોર્ટ ધમધમી ઉઠશે:દૈનિક દિલ્હી-મુંબઈની નવી 11 ફલાઇટ ઉડાન ભરશે, મુંબઈની સવારની ફ્લાઇટ ન મળતા વેપારી સંગઠનોમાં નારાજગી

રાજકોટ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

રાજકોટ એરપોર્ટ મુસાફરોના ધસારાથી દિવસભર ધમધમી રહયું છે. દિવાળીના તહેવારો દેશ વિદેશોના પર્યટન સ્થળો ગયેલા પ્રવાસીઓ હવે પરત ફરી રહયા છે. ત્યારે રાજકોટ એરપોર્ટમાં હવાઇ સેવાના સમય પત્રકમાં ફેરફાર નોંધાવ્યો છે. એર લાઇન્સ કંપનીઓએ આગામી માર્ચ 2023 સુધીના મનપસંદ સોલ્ટ બુક કરાવતા મુસાફરો અને ટ્રાવેલ્સ એજન્ટોએ નવા સમયપત્રકની નોંધ લીધી છે.

4 દિવસ દિલ્હીનું ડેઇલી ઉડ્ડયન રહેશે
રાજકોટ એરપોર્ટમાં આજથી અમલી બનેલા નવા સમય પત્રક મુજબ સવારથી બપોર સુધીમાં દિલ્હી અને મુંબઇ જવા 91 ફલાઇટનું ઉડ્ડયન છે. જેમાં મુંબઇ સપ્તાહમાં 4 દિવસ દિલ્હીનું ડેઇલી ઉડ્ડયન રહેશે.બપોર બાદ મુંબઇ જવા 4 ફલાઇટ દિલ્હી જવા 3 ફલાઇટ, બેેંગ્લોર-1, ગોવા-1, સુરત-1, ફલાઇટનું ઉડ્ડયન રહેશે.

વેપારીઓનું સ્થાન રોળાયું છે
રાજકોટથી મુંબઇ જવા માટે સવારની વહેલી ફલાઇટ શરૂ કરવા વેપારી સંગઠનોની માંગણી હોવા છતા વહેલી સવારે એકપણ એર લાઇન્સ કંપનીએ મુંબઇ સેવા શરૂ કરી નથી. પરિણામે સવારે મુંબઇ જઇ સાંજે પરત ફરવાનું વેપારીઓનું સ્થાન રોળાયું છે. સવારે દિલ્હીની ફલાઇટ ઉડી ગયા બાદ છેક બપોરે મુંબઇની ફલાઇટ ઉડશે તે પણ સપ્તાહમાં સોમ, બુધ, શુક્ર, રવિવારે ઉડશે. નવા સમયપત્રકમાં સવારની મુંબઇ ફલાઇટનો સમાવેશ નહીં થતા વેપારી સંગઠનોમાં નારાજગી પ્રર્વતી છે.

નવા સમયપત્રકમાં મુંબઇની સેવામાં વધારો થયો
સવારના 8થી રાત્રીના 8 કલાક સુધીમાં 11 ફલાઇટના આવા ગમનથી એરપોર્ટ ધમધમી ઉઠશે. દિલ્હી, મુંબઇ, ગોવા, બેંગ્લોર ઉપરાંત સુરત શહેરને જોડતી હવાઇ સેવામાં રાજકોટ, સુરત-9 સીટર ટચુકડું વિમાન ડેઇલી ઉડાન ભરશે. સુરતથી બપોરે 2.15 કલાકે ટેક ઓફ થઇ બપોરે 3.30 કલાકે લેન્ડ થયા બાદ 3.45 કલાકે ટેક ઓફ થઇ 5 કલાકે સુરત લેન્ડ થશે.નવા સમયપત્રકમાં રાજકોટથી બેંગ્લોર અને ગોવાની ડેઇલી સેવા પ્રવાસીઓ, મુસાફરોને ઉપયોગી નિવડશે.નવા સમયપત્રકમાં મુંબઇની સેવામાં વધારો થયો છે. દિલ્હીની 4, બેંગ્લોર-1, ગોવા-1 અને સુરત-1 ડેઇલી ફલાઇટ સેવાથી રાજકોટ એરપોર્ટ દિવસભર મુસાફરોની અવર જવરથી ધમધમી ઉઠશે.