હુમલો:આધેડને બાઇક પરથી ખેંચી પાઇપના ઘા ઝીંકી પાડોશીઓએ પગ ભાંગી નાખ્યો

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરના સહકાર મેઇન રોડ પરની રઘુવીર સોસાયટીમાં રહેતા આધેડને બાઇક પરથી ખેંચી પાડોશી ચાર શખ્સોએ ધોકા પાઇપથી હુમલો કરી પગ ભાંગી નાખ્યો હતો.

રઘુવીર સોસાયટીમાં રહેતા રમાબેન ઉર્ફે રામબાઇ વિજયભાઇ બાવડા (ઉ.વ.42)એ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પાડોશી નારણ લાભુ ખુંગલા, લાભુ આપા ખુંગલા અને બે અજાણ્યા શખ્સોના નામ આપ્યા હતા. રમાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના પતિ વિજયભાઇ બાવડા ઘર પાસેથી બાઇક લઇને પસાર થતાં હતા ત્યારે પાડોશી નારણ, લાભુ અને બે અજાણ્યા શખ્સોએ ચાલુ બાઇક પરથી વિજયભાઇને ખેંચી નીચે પછાડી દીધા હતા. વિજયભાઇ રસ્તા પર પટકાતા ચારેય હુમલાખોરો તેમના પર ધોકા પાઇપથી તૂટી પડ્યા હતા. હિચકારો હુમલો થતાં વિજયભાઇએ બુમો પાડતા લોકો એકઠા થઇ જતાં હુમલાખોરો નાસી છુટ્યા હતા. હુમલામાં વિજયભાઇના એક પગમાં ફ્રેકચર જેવી ગંભીર ઇજા થઇ હતી.

વિજયભાઇએ હોસ્પિટલના બિછાનેથી પોલીસ સમક્ષ કહ્યું હતું કે, મનપાની ચુંટણી વખતે તેમની ઇકો કાર જુદા જુદા વોર્ડમાં મુકવામાં આવી હતી તે વખતે પોતે કાર લઇને ઘરે જતા હતા ત્યારે કાર પાર્ક કરવાના મુદ્દે માથાકુટ થઇ હતી જે બાબતનો ખાર રાખી હુમલો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...