તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:પથ્થરો હટાવવાનું કહેતા દંપતી પર પાડોશીએ હુમલો કર્યો

રાજકોટ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • કોઠારિયા સોલવન્ટ, હાઉસિંગ બોર્ડ ક્વાર્ટરનો બનાવ

લોકડાઉન વચ્ચે શહેરમાં મારામારીના બનાવો યથાવત્ રહ્યાં છે. વધુ એક બનાવમાં શહેરની ભાગોળે કોઠારિયા સોલવન્ટ પાસેના વિસ્તારમાં સામાન્ય મુદ્દે પાડોશી દંપતી અને તેના બે પુત્રે દંપતી પર છરીથી હુમલો કરી ઇજા પહોંચાડ્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. કોઠારિયા સોલવન્ટ પાસે આવેલા હાઉસિંગ બોર્ડ ક્વાર્ટરમાં રહેતા રેશ્મા હુશેનભાઇ નોયડાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, પતિને ઘર પાસે પાનની દુકાન ચલાવે છે. પાડોશમાં રહેતો હનિફ હુસેનભાઇ જુણેજા અવારનવાર શેરીમાં પથ્થરો મૂકી રસ્તા પર અડચણ ઊભી કરતો હતો. જેથી પતિને વાહન લઇને જવા-આવવા માટે તકલીફ પડતી હતી. આ મુદ્દે હનિફને અગાઉ પણ કહ્યું હતું. દરમિયાન બુધવારે રાતે વધુ એક વખત રસ્તામાં પથ્થરો રાખી દેવાના મુદ્દે વાત કરતા હનિફ ઉશ્કેરાય ગયો હતો. અને ગાળો ભાંડી માથાકૂટ કરી હતી. મામલો વધુ બિચકતા હનિફની પત્ની સલમા, તેના બે પુત્ર સાહિલ અને સુજલ પણ ધસી આવ્યા હતા. પતિ હુશેન સાથે હનિફ અને તેના બે પુત્ર, જ્યારે હનિફની પત્ની સલમા પોતાની સાથે બોલાચાલી કરતી હતી. બાદમાં પતિ હુશેનને સાહિલ અને સુજલે પકડી રાખી હનિફે તેની પાસે રહેલી છરીથી હુમલો કરી પેટના ભાગે ઘા ઝીંકી દીધો હતો. હુમલામાં પતિ હુશેનને ગંભીર ઇજા થતા લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો