હાથાપાઈ:ઝઘડાના મુદ્દે સમજાવવા જતા યુવાન પર પાડોશી તૂટી પડ્યા, હુમલો કરી ઇજા પહોંચાડ્યાની ફરિયાદ નોંધાવી

રાજકોટ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોરબી રોડ, રાજનગર-3માં રહેતા અનિલ સુરેશભાઇ રાઉતને પાડોશીએ માર મારતા સારવારમાં ખસેડાયો હતો. નોકરી કરતા યુવાને નિવેદનમાં જણાવ્યાં મુજબ, પાડોશી પરિવારે શુક્રવારે પત્ની બાદ માતા સાથે ઝઘડો કર્યો હતો. સાંજે નોકરી પરથી ઘરે આવતા બનાવની પરિવારે જાણ કરતા પાડોશી પરિવારને સમજાવવા ગયો હતો. જે સારું નહીં લાગતા પાડોશી પરિવાર તૂટી પડ્યા હતા. અન્ય બનાવમાં ઘંટેશ્વર એસઆરપી કેમ્પ પાસે બન્યો હતો. જ્યાં સામાન્ય બાબતે બોલાચાલી થતા ધોકા-કુહાડીથી બઘડાટી સર્જાઇ હતી. જેમાં વસંત જીવણભાઇ જાદવ  પર સંજય, ગબલો, લખી, દલુએ હુમલો કરતા હોસ્પિટલ ખસેડાયો છે. સામા પક્ષે સંજય કાનાભાઇ અને ગમન કાનાભાઇ પણ ગોવિંદે હુમલો કરી ઇજા પહોંચાડ્યાની ફરિયાદ સાથે હોસ્પિટલમાં દાખલ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...