તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:નેકની "ખાસ' મહેમાનગતિમાં યુનિવર્સિટી અધિકારી હોટેલમાં છાકટા બન્યા, A+ મેળવવાની લાલચમાં અધિકારીની D ગ્રેડની કરતૂત

રાજકોટ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ફાઇલ તસવીર - Divya Bhaskar
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ફાઇલ તસવીર
  • હોટેલમાં બૂમબરાડા પાડતા મહિલા સભ્યએ રૂમ બદલવો પડ્યો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને A+ ગ્રેડ તો ન મળ્યો પરંતુ B ગ્રેડ યુનિવર્સિટીના એકેડેમિક અને એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફની D ગ્રેડની કરતૂતથી હાલ યુનિવર્સિટી કેમ્પસમાં ફિટકાર વરસી રહ્યો છે. તાજેતરમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઇન્સ્પેક્શન કરવા આવેલી નેકની ટીમ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કેમ્પસમાં તો લાલ જાજમ પાથરી હતી સાથોસાથ ‘તમામ’ પ્રકારની વ્યવસ્થા પૂરી પાડી હતી.

દેશના જુદા જુદા રાજ્યોમાંથી આવેલા નેક પિયર ટીમના સભ્યો માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના IQAC અને એડમિનિસ્ટ્રેટિવ વિભાગના અધિકારીઓએ ‘વિશેષ મહેમાનગતિ’ ઉપલબ્ધ કરાવી હતી. 17મી ફેબ્રુઆરીએ રાત્રે નેક પિયર ટીમ રાજકોટ આવી પહોંચી હતી અને 20મી સુધી રાજકોટમાં રોકાઈ તે દરમિયાન એક દિવસ રાત્રે હોટેલના રૂમમાં કાર્યક્રમ ઉજવ્યા બાદ યુનિવર્સિટીના એડમિનિસ્ટ્રેટિવ વિભાગના અધિકારીએ પોતાનું સંતુલન ગુમાવ્યું હતું અને રૂમમાં મોટે મોટેથી વાતો કરતા, બૂમાબૂમ કરી મૂકતા નેક પિયર ટીમ સાથે આવેલા ઓસ્માનિયા યુનિવર્સિટીના મહિલા પ્રોફેસર ત્રાસી ગયા હતા અને કંટાળી તેમણે રૂમ બદલવાની ફરજ પડી હોવાનું તે સમયે હાજર સૂત્રોએ જણાવ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદરની વાત ધીમે ધીમે જાહેર થતા આખા કેમ્પસમાં ચર્ચા જાગી છે.

અધિકારીની કરતૂત ખુલતા કેમ્પસમાં ચર્ચા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ‘એ+' ગ્રેડ અપાવવા યુનિવર્સિટીના અધિકારીએ નેક પિયર ટીમ માટે હોટેલમાં ‘"વિશેષ મહેમાનગતિ'ની વ્યવસ્થા તો બધી કરી હતી, પરંતુ મહેમાનગતિમાં આ અધિકારીઓ પણ જોડાયા હતા. રૂમમાં જોરશોરથી ઉટપટાંગ વાતો કરવા લાગ્યા અને ભૂલી ગયા કે નેક ટીમની સાથે બે મહિલા સભ્યો પણ છે. સંતુલન ખોઈ બેસેલા યુનિવર્સિટીના અધિકારીના ત્રાસથી નેક પિયર ટીમના મહિલા અધ્યાપક પણ ત્રાસી ગયા હતા. B ગ્રેડ મળ્યા બાદ યુનિવર્સિટીના અધિકારીઓની આ કરતૂત ખુલ્લી પડી જતા કેમ્પસમાં ચર્ચા જાગી છે.

અન્ય સમાચારો પણ છે...