તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખરાબ પરફોર્મન્સ:નેકે કહ્યું ‘તમે B ગ્રેડને જ લાયક છો’, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની B+ આપવાની પુન: મુલ્યાંકનની અરજી ફગાવી દેવાઈ

રાજકોટ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • A ગ્રેડ જળવાઈ રહે તે માટે નેક પાછળ યુનિવર્સિટીએ કુલ 1 કરોડ ખર્ચ્યા, અપીલના તમામ મુદ્દાઓ અમાન્ય
  • યુનિવર્સિટીને 17 મુદ્દાઓમાં ‘ઝીરો’ અને 11 મુદ્દાઓમાં માત્ર ‘એક’ માર્ક મળ્યો છે!

વેલકમ ટુ ‘B’ ગ્રેડ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. ગ્રેડ સુધારવાની યુનિવર્સિટીની તમામ આશાઓ પર પાણી ફરી વળ્યું છે અને નેક પાછળ અત્યાર સુધીમાં કરેલા 1 કરોડ પણ પાણીમાં ગયા હોવાની સ્થિતિ સર્જાઈ છે. યુનિવર્સિટીને મળેલા B ગ્રેડ બાદ એપ્રિલમાં રી-એસેસમેન્ટ માટે અપીલ કરી હતી. અપીલનું પરિણામ પણ નેક દ્વારા શુક્રવારે સવારે ઈ-મેઈલ કરી યુનિવર્સિટીને મોકલી દેવાયું છે જેમાં એક માર્કનો પણ સુધારો થયો નથી. તેથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હવે B ગ્રેડ યુનિવર્સિટી જ ગણાશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગત ફેબ્રુઆરીમાં નેક પિયર ટીમ યુનિવર્સિટીનું પાંચ વર્ષનું મૂલ્યાંકન કરવા માટે આવી હતી. વર્ષ 2014થી 2019 સુધીના પાંચ વર્ષના મૂલ્યાંકનમાં નેક પિયર ટીમ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને 2.49 CGPA સાથે B ગ્રેડ આપ્યો હતો.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને નેક દ્વારા મળેલી માર્કશીટમાં જુદા-જુદા 17 પોઈન્ટમાં ‘0’ માર્ક પ્રાપ્ત થયા હતા. ઉપરાંત 11 પોઈન્ટમાં માત્ર 1 માર્ક પ્રાપ્ત થયો છે. જેમ કેટલાક વિદ્યાર્થીઓ આખું વર્ષ મહેનત ન કરે અને પરીક્ષાના અંતિમ દિવસોમાં ઊંધે માથે તૈયારી કરે અને માંડ પાસ થાય એવી જ રીતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ 5 વર્ષ દરમિયાન તૈયારી ન કરી, 2019-20ના માત્ર એક વર્ષની છેલ્લી ઘડીએ નેકની તૈયારી કરી. ફેબ્રુઆરીમાં ઇન્સ્પેકશન બાદ નેક દ્વારા યુનિવર્સિટીને B ગ્રેડ મળ્યા બાદ એપ્રિલમાં મુદ્દાસર અપીલ કરી હતી. શુક્રવારે અપીલનું પરિણામ પણ જાહેર થતા માર્ક કે ગ્રેડમાં કોઈ ફેરફાર થયો ન હતો. એક સમયે રાજ્યની એકમાત્ર ‘એ’ ગ્રેડ યુનિવર્સિટી હવે ‘બી’ ગ્રેડ થઇ છે.

UGCએ કહ્યું છે, 2.50 CGPAથી ઓછા સ્કોરવાળી યુનિવર્સિટી-કોલેજો બંધ કરી દઈશું
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને નેક એક્રેડિટેશનમાં 2.49 CGPA સાથે ‘B’ ગ્રેડ મળ્યો છે જયારે UGCના નવા નિયમ મુજબ હવે દરેક હાયર એજ્યુકેશનની કોલેજો કે યુનિવર્સિટીએ વર્ષ 2022 પહેલા ફરજિયાતપણે નેકમાં એક્રેડિટેશન કરાવવું પડશે અને ઓછામાં ઓછા 2.50 CGPA સાથેનો ગ્રેડ મેળવવો પડશે. 2.50 સ્કોરથી ઓછા ગ્રેડ ધરાવતી કોલેજ હોય કે યુનિવર્સિટી તે બંધ કરી દેવાનું પણ જણાવ્યું છે. યુનિવર્સિટીને નેક અપીલમાં પણ ગ્રેડ સુધર્યો નથી ત્યારે હવે યુનિવર્સિટી અને સંલગ્ન 237 કોલેજોનું અસ્તિત્વ પણ જોખમમાં મુકાયું છે. યુજીસીએ તમામ યુનિવર્સિટી અને હાયર એજ્યુકેશનની કોલેજોને નોટિસ આપી વર્ષ 2022 સુધીમાં નેકમાં એક્રેડિટેશન કરાવી મિનિમમ 2.50 CGPA મેળવવા આદેશ આપ્યો છે.

આ બાબતમાં ખરાબ પરફોર્મન્સ
ફાયનાન્સિયલ મેનેજમેન્ટ એન્ડ રિસોર્સ મોબિલાઈઝેશન, એલ્યુમ્ની એન્ગેજમેન્ટ, સ્ટુડન્ટ પાર્ટિસિપેશન એન્ડ એક્ટિવિટી, સહયોગ, કન્સલ્ટન્સી, ઇનોવેશન ઇકોસિસ્ટમ, અભ્યાસક્રમ વૃદ્ધિ, વિદ્યાર્થી નોંધણી અને પ્રોફાઇલ, મૂલ્યાંકન પ્રક્રિયા અને સુધારાઓ, સંશોધન અને સુવિધાઓને પ્રમોશન, સંશોધન માટે સંસાધન ગતિશીલતા

અન્ય સમાચારો પણ છે...