માર્ગદર્શન વેબિનાર:NDLIમાં વિવિધ વિષયોના 9 કરોડ કન્ટેન્ટનો વિદ્યાર્થીઓ ઉપયોગ કરે

રાજકોટ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • VVP કોલેજમાં વિદ્યાર્થીઓને વેબિનારથી માર્ગદર્શિત કર્યા

વી.વી.પી. એન્જિનિયરિંગ કોલેજના જ્ઞાનકેન્દ્ર (લાઈબ્રેરી) દ્વારા વિદ્યાર્થીઓ તથા કર્મચારીઓ માટે નેશનલ ડિજિટલ લાઈબ્રેરી ઓફ ઈન્ડિયા (NDLI) નો જ્ઞાનસભર ‘યુઝર અવેરનેસ વેબિનાર’ યોજાયો હતો. ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા સંચાલિત વિશ્વના અનેક લર્નિંગ રિસોર્સ જેવા કે, ઈ-બુકસ, વીડિયો લેક્ચર્સ, થિસીસ, રિસર્ચ પેપર, ઓડિયો લેક્ચર્સ, આર્ટિકલ્સ, જર્નલ્સ-મેગેઝિન વગેરે વાંચન સાહિત્ય ઓનલાઈન સ્વરૂપે વિનામૂલ્યે નેશનલ ડિજિટલ લાઈબ્રેરી ઓફ ઈન્ડિયા (NDLI) ના પોર્ટલમાં ઓનલાઈન ઉપલબ્ધ છે, તે અંગે NDLIના આઉટરિચ મેનેજરે વિદ્યાર્થીઓને વેબિનારથી માર્ગદર્શિત કર્યા હતા.

કાર્યક્રમના રિસોર્સ પર્સન તરીકે એનડીએલઆઈના આઉટરિચ મેનેજર મનાલીબેન ચૌધરી સેનગુપ્તાએ એનડીએલઆઈ અને તેના ક્લબ વિશે ઊંડાણપૂર્વકની માહિતી પ્રેક્ટિકલી સમજાવીને આપી હતી અને જણાવ્યું હતું કે, એઆઈસીટીઈ દ્વારા પણ એનડીએલઆઈની ઉપયોગીતા વધારવા પર ભાર મુકવામાં આવ્યો છે.

એનડીએલઆઈમાં 8 કરોડથી વધુ વિવિધ પ્રકારના વિષયોના કન્ટેન્ટ પ્રાપ્ય છે, 513 પ્રકારના પબ્લિસર્સ, કન્ટ્રિબ્યૂટર્સ છે, 73 લાખ એનડીએલઆઈના યુઝર છે તથા 9 લાખ એનડીએલઆઈ ક્લબના મેમ્બર છે. તેમણે એનડીએલઆઈ ક્લબના માધ્યમથી થતી વિવિધ વાંચનાલયની પ્રવૃત્તિઓ કરવા અંગે પણ ભાર મુકયો હતો.

એનઈપી-2020માં પણ આ પ્રકારની વાંચન ક્લબ હોવી જરૂરી હોય એનડીએલઆઈ આ સુવિધા પૂરી પાડે છે તેમ જણાવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પાર્ટિસિપન્સ દ્વારા પણ પ્રશ્નોત્તરી દ્વારા ‘લાઈવ ઈન્ટરેકશન’ કરવામાં આવ્યું હતું. આ વેબિનારમાં વી.વી.પી.ના વિદ્યાર્થીઓ, વિભાગીય વડાઓ તથા કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. વેબિનાર દરમિયાન વીવીપીના પ્રોફેસરો પણ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...