તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપ:રાજકોટમાં NCPના મહિલા પ્રમુખ રેશ્મા પટેલ માસ્ક પહેર્યા વગર કલેક્ટરને રજુઆત કરવા પહોંચ્યા, પોલીસે કાર્યકર્તા સાથે અટકાયત કરી

રાજકોટ3 મહિનો પહેલા
રેશ્મા પટેલ માસ્ક પહેર્યા વગર નજરે પડ્યા હતા
  • રેશ્મા પટેલે કોવિડના નિયમોનો ભંગ કરી સરકાર પર આક્ષેપ કર્યા

રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે આજે NCPના પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્મા પટેલ કાર્યકર્તા સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજુઆત કરવા પહોંચ્યા હતા. રેશ્મા પટેલ અને કાર્યકર્તા સરકારની નિષ્ફળતાના કારણે રજુઆત કરવા પહોંચ્યા હતા. જ્યાં ખુદ રેશ્મા પટેલ માસ્ક પહેર્યા વગર નજરે પડ્યા હતા. જે બાદ પોલીસે રેશ્મા પટેલ સહિત કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.

કોવિડના નિયમોનો ભંગ કરી સરકાર પર આક્ષેપ કર્યા
NCPના પ્રદેશ મહિલા અધ્યક્ષ રેશ્મા પટેલ આજે કાર્યકર્તાઓ સાથે રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ કરવા પહોંચ્યા હતા. રાજકોટ શહેર અને જિલ્લાની પરિસ્થિતિ ગંભીર બનતા કોરોના કાબૂમાં લેવા સરકાર નિષ્ફ્ળ ગયેલ હોવાના આક્ષેપ સાથે રજુઆત કરવા પહોંચ્યા હતા. જોકે આ સમયે ખુદ રેશ્મા પટેલ માસ્ક પહેર્યા વગર નજરે પડ્યા હતા અને નિયમનો ઉલાળિયો કર્યો હતો. જે સમયે વિરોધ કરતા NCPના મહિલા અધ્યક્ષ રેશ્મા પટેલ સહિત કાર્યકર્તાઓની પ્રદ્યુમનનગર પોલીસે અટકાયત કરી હતી.

રેશ્મા પટેલ માસ્ક પહેર્યા વગર નજરે પડ્યા હતા
રેશ્મા પટેલ માસ્ક પહેર્યા વગર નજરે પડ્યા હતા

ભાજપના પણ ધરણા છતાં તેની અટકાયત નહિ
ભાજપ દ્વારા પણ આજે ઠેર ઠેર ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. શહેરના તમામ 18 વોર્ડમાં ભાજપે પશ્ચિમ બંગાળમાં ભાજપના કાર્યકર્તા પર થયેલ હુમલા વિરોધમાં ધરણા કાર્યક્રમનું અયોજન કર્યું હતું. આ જ સમયે સોરઠીયા વાળી સર્કલ ખાતે વિરોધ કરતા ભાજપના નેતાઓ આગેવાનો સામે જાગૃત નાગરિકો દ્વારા કાળા વાવટા ફરકાવી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જોકે આ સમયે ભક્તિનગર પોલીસે ધરણા કરતા નેતાઓ બદલે જાગૃત નાગરિકોની અટકાયત કરી હતી.

જાગૃત નાગરિકો દ્વારા કાળા વાવટા ફરકાવી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો
જાગૃત નાગરિકો દ્વારા કાળા વાવટા ફરકાવી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો
સામાન્ય નાગરિકોની અટકાયત કરી ભાજપના નેતાઓની કેમ નહીં
સામાન્ય નાગરિકોની અટકાયત કરી ભાજપના નેતાઓની કેમ નહીં
અન્ય સમાચારો પણ છે...