તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • NCP Inaugurates Office In Rajkot, Leaders Including Reshma Patel Seen Without Masks, Rules Including Social Distance Laid Down

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નેતાઓ શરમ કરો:રાજકોટમાં NCPએ કાર્યાલયનું ઉદ્ધાટન કર્યુ, રેશ્મા પટેલ સહિત નેતાઓ માસ્ક વગર જોવા મળ્યા, સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમો નેવે મૂક્યા

રાજકોટ5 મહિનો પહેલા
  • લોકોમાં સવાલ ઉઠ્યો કે શું નેતાઓને નિયમો સાથે કોઈ લાગતુ વળતું નથી?

રાજકોટમાં આજે NCPના કાર્યાલયનું NCPના નેતા રેશ્મા પટેલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારે પ્રેસ કોન્ફરન્સ કરતી વખતે રેશ્મા પટેલ સહિતના નેતાઓ માસ્ક વગર જોવા મળ્યાં હતા. આ સાથે જ ઉદ્ઘાટન સમયે સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનો ઉલાળ્યો કર્યો હતો. ત્યારે સવાલ એ છે કે નિયમો માત્રને માત્ર જાહેર જનતા માટે જ છે. શું નેતાઓને નિયમો સાથે કોઈ લાગતું વળતું નથી. લોકોનો અવાજ બનવા માટે નીકળેલી NCP ખુદ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનો ભંગ કરતી જોવા મળી રહી છે.

NCP દર બુધવારે લોકોના પ્રશ્નો સાંભળી જનસંપર્ક કરશે
રાજકોટમાં આજે NCP કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. NCP દર બુધવારે લોકોના પ્રશ્નો સાંભળશે અને જનસંપર્ક કરશે. આગામી સમયમાં ભાજપ સરકારની ખોટી નીતિઓનો વિરોધ કરશે. સૌરાષ્ટ્રના ખેડૂતોના પ્રશ્નોના ઉકેલ માટે NCP આગામી સમયમાં વિવિધ કાર્યક્રમો યોજશે.

રાજકીય પક્ષ તરીકે અમારી ફરજ છે અમે લોકોનો અવાજ બનીએ- રેશ્મા પટેલ
NCP નેતા રેશ્મા પટેલે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાં અમે કાર્યાલયોનું ઉદ્ઘાટન કરી રહ્યાં છીએ. આ માત્ર પાર્ટીનું કાર્યાલય નથી. પણ જનસંપર્ક માટેનું કાર્યાલય છે. અમે દર બુધવારે જનતા દરબારનું આયોજન કરીશું. જેથી અમે લોકોના પ્રશ્ન સાંભળી શકીએ. રાજકીય પક્ષ તરીકે અમારી ફરજ છે અમે લોકોનો અવાજ બનીએ. NCPના દરવાજો બધાં માટે ખુલ્લા છે. ભાજપની કૂટનીતિ સામે અમે અવાજ ઉઠાવીશું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો