રાજીનામું:નયનાબાનું જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખપદેથી રાજીનામું

રાજકોટ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રવિન્દ્ર જાડેજાના બહેને જામનગરમાં કોંગ્રેસમાંથી ચૂંટણી લડવાની ઇચ્છા દર્શાવી

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાએ જામનગર જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખપદેથી રાજીનામું આપ્યું છે, જામનગર 78 વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવા માટે રાજીનામું આપ્યાનું તેમણે રાજીનામા પત્રમાં જણાવ્યું હતું.

જામનગર જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ નયનાબા જાડેજાએ જિલ્લા પ્રમુખપદેથી રાજીનામું આપતો પત્ર પ્રદેશ કોંગ્રેસ મહિલા સમિતિના પ્રમુખ જેનીબેન ઠુમ્મરને મોકલ્યો હતો, નયનાબાએ રાજીનામા પત્રમાં લખ્યું હતું કે, પોતે હાલમાં જામનગર જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ તરીકે ફરજ બજાવી રહ્યા છે, અને જામનગર 78 વિધાનસભામાં દાવેદારી કરવા રસ ધરાવતા હોય પોતાના વિસ્તારમાં સારી રીતે કામ કરી શકે તે માટે જિલ્લા પ્રમુખપદેથી રાજીનામું આપી રહ્યા છે.

નયનાબાએ ‘દિવ્ય ભાસ્કર’ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, જિલ્લાની જવાબદારી નિભાવી રહ્યા છે પરંતુ વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંતે યોજાવાની છે અને પોતે કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા ઇચ્છતા હોય અને પોતાના મતક્ષેત્રમાં પૂરતું ધ્યાન આપી શકે તે માટે જિલ્લાની જવાબદારીમાંથી મુક્ત થવા રાજીનામું આપ્યું છે.

અન્ય સમાચારો પણ છે...