ગરબામાં આટલું ધ્યાન રાખવું:રાજકોટમાં નવરાત્રિમાં મ્યુનિ. સર્વેલન્સ સાથે ટેસ્ટિંગ અને વેક્સિનેશન સઘન કરશે, CPનું બંને ડોઝ લેનારા જ ઉજવણી કરી શકશેનું જાહેરનામું

રાજકોટ9 મહિનો પહેલા
પ્રતિકાત્મક તસવીર.
  • રાત્રીના 12 વાગ્યા બાદ કોઇ મળી આવશે તો તેના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાશે
  • દુકાનો, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ અને રેસ્ટોરન્ટ્સ રાત્રીના 10 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે

આવતીકાલે નવરાત્રિનો તહેવાર છે. ત્યારે સરકાર દ્વારા શેરી ગરબાને જ મંજૂરી આપવામાં આવી છે. જેને લઇને રાજકોટમાં નવરાત્રિને લઇને કોર્પોરેશન અને પોલીસ ટીમે તૈયારી કરી હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે નાયબ આરોગ્ય અધિકારી આશિષકુમારે Divya Bhaskarને જણાવ્યું હતું કે, આરોગ્ય ટીમો આ સમય દરમિયાન સઘર સર્વેલન્સની કામગીરી ચાલુ રાખશે. હાલ ટેસ્ટિંગ અને વેક્સિનેશનની કામગીરી ચાલુ છે તેને સઘન બનાવવામાં આવશે. બીજી તરફ રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જાહેરનામું બહાર પાડી વેક્સિનના બંને જોઢ લીધા હોય તે જ ઉજવણી કરી શકશે તેવું જણાવ્યું છે.

ફરજિયાત માસ્ક પહેરી રાખવું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવું
આશિષકુમારે વધુમાં જણાવ્યું છે કે, રાજકોટમાં 42 હજાર જેટલા લોકો વેક્સિનેશનમાં બાકી છે. આ અઠવાડિયામાં આ લક્ષ્યાંકને પૂર્ણ કરવામાં આવશે. નગરજનોને મારી અપીલ છે કે, ફરજિયાત માસ્ક પહેરી રાખવું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવું. નવરાત્રિમાં પણ લોકો કોરોના ગાઇડલાઇનનું પાલન કરે તેવી અપેક્ષા છે. કાલે બે કેસ આવ્યા તેમાં આપણે સઘન સર્વેલન્સની કામગીરી કરી છે. કોન્ટેક્ટ ટ્રેસિંગ કરી ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. બંનેએ વેક્સિનના બંને ડોઝ લીધા હોવાથી તબીયત સારી છે. હાલ તો બે ઘર પુરતો જ નિર્ણય લેવામાં આવશે.

નાયબ આરોગ્ય અધિકારી આશિષકુમાર.
નાયબ આરોગ્ય અધિકારી આશિષકુમાર.

રાજકોટ પોલીસ કમિશનરનું જાહેરનામું
નવરાત્રિ દરમિયાન રાજકોટ શહેરમાં રાત્રિના 12 વાગ્યા સુધી શેરી, સોસાયટી, ફ્લેટમાં 400 વ્યકિતઓની મર્યાદામાં ગરબાનુ આયોજન તેમજ દુર્ગાપૂજા, શરદ પૂર્ણીમા, દશેરાના તહેવારની ઉજવણી કરી શકાશે. એટલે કે હાલમાં ફક્ત પ્રાચીન ગરબાના આયોજનની જ છૂટ આપવામાં આવી છે. જેના આયોજન કરતાઓએ રાત્રિના 12 વાગ્યે તમામ લોકો પોતાના ઘરે પહોંચી જાય તેવી રીતે આયોજન કરવાનુ રહેશે. જો કોઇ રાત્રીના 12 વાગ્યા બાદ મળી આવશે તો તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ લાઉડસ્પીકરનો ઉપયોગ કરી શકાશે
તેમજ ગરબા ઉજવણીમાં ભાગ લેનાર દરેક વ્યકિતઓએ કોરોના વેક્સિનના બે ડોઝ લીધેલા હોવા જોઇએ. તેમજ ગરબા દરમિયાન ભાગ લેનાર લોકોને વેક્સિન લેવા અંગે જાગૃત કરવા તેમજ જેઓએ વેક્સિન લીધી ન હોય તેઓને વેક્સિન લેવા પ્રોત્સાહીત કરવા અપીલ કરવામાં આવે છે. ગરબાના આયોજન દરમિયાન ઉપયોગ થતા લાઉડ સ્પીકર/ધ્વની નિયંત્ર અંગે નામદાર સુપ્રીમ કોર્ટના આદેશોનું ચુસ્તપણે પાલન કરવાનુ રહેશે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની ફાઈલ તસવીર.
પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની ફાઈલ તસવીર.

મંજૂરી મેળવેલી નહીં હોય તેના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી
પ્રાચીન ગરબાનું આયોજન કરનાર આયોજકોએ ગરબાના આયોજનમાં લાઉડ સ્પીકરના ઉપયોગ અંગે લાગતા વળગતા પોલીસ સ્ટેશન ખાતે મંજૂરી મેળવવી ફરજીયાત છે. જે મંજૂરી મેળવેલી નહીં હોય તેઓ વિરૂદ્ધ યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ રાજકોટ શહેરમાં પાર્ટી પ્લોટ, ક્લબ, ખુલ્લી જગ્યાએ કે અન્ય કોઇ પણ જગ્યાએ કે જ્યાં કોમર્શિયલ રીતે ગરબાનું આયોજન કરવામાં આવતું હોય તેવા સ્થળોએ નવરાત્રિની ઉજવણીની પરવાનગી આપવામાં આવી નથી. તેમ છતા કોઇ દ્વારા આવું આયોજન કરવામાં આવશે તો રાજકોટ શહેર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટ શહેર પોલીસ દ્વારા નવરાત્રિના પર્વ દરમિયાન ચુસ્ત પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

નવરાત્રિમાં 2216 પોલીસ જવાનો ખડેપગે રહેશે
રાજકોટ શહેર પોલીસ દ્વારા નવરાત્રિના પર્વ દરમિયાન ચુસ્ત બંદોબસ્ત જાળવવામાં આવશે. તેમજ વધુમાં વધુ પેટ્રોલિંગ કરવામાં આવશે. નવરાત્રિ પર્વ શહેરના મદદનીશ પોલીસ કમિશરો 8, પોલીસ ઇન્સ્પેક્ટર 18, પોલીસ સબ ઇન્સ્પેક્ટર 100, એ.એસ.આઇ. 970, હોમગાર્ડ 400, ટી.આર.બી જવાનો 600, જી.આર.ડી. 120 દ્વારા ચુસ્ત બંદોબસ્ત જાળવવામાં આવશે. તેમજ રાજકોટ શહેરમાં કાર્યરત આઇ-વે પ્રોજેક્ટના સી.સી.ટી.વી. કેમેરા મારફત સતત વોચ રાખી મોનિટરિંગ કરવામાં આવશે. તેમજ ડ્રોન કેમેરા દ્વારા સોસાયટી વિસ્તારોમાં સતત વોચ રાખવામાં આવશે.

પ્રતિકાત્મક તસવીર.
પ્રતિકાત્મક તસવીર.

આવારા તત્વો ઉપર વોચ રાખવામાં આવ
ઘોડેસવાર પોલીસ તથા યુ.આર.ટી. ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ રાખવામાં આવશે. તેમજ રાજકોટ શહેર મહિલા પોલીસના 230 અધિકારી /કર્મચારીઓ દ્વારા નવરાત્રિ દરમિયાન રાજકોટ શહેર વિસ્તારમાં ખાનગી કપડામાં તેમજ યુનિફોર્મમાં સતત આવારા તત્વો ઉપર વોચ રાખવામાં આવશે અને કોઇ શખ્સો દ્વારા કોઇ ગેરકાયદેસર પ્રવૃતિ આચરવામાં આવતી ધ્યાને આવશે તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

રાજકોટ શહેર પોલીસ દુર્ગાશકિત ટીમ કાર્યરત રહેશે
આ ઉપરાંત રાજકોટ શહેર પોલીસ દુર્ગાશકિત ટીમ કાર્યરત છે. રાજકોટ શહેરમાં કાર્યરત ટ્રાફિક ભરોશા કેન્દ્ર ખાતે હાજર રહી અને કોઇ આવારા તત્વો કે કોઇ મહિલાઓ સંબંધી કોઇ પ્રશ્ન ઉપસ્થિત થયે તેઓ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે. તેમજ દુર્ગાશકિત ટીમની સાથે સખી વોલીએન્ટર સ્કીમમાં બહેનો જોડાયેલી છે તેઓ પણ મદદમાં રહેશે અને તેઓ દ્વારા દુર્ગાશકિત ટીમને કોઇ રજુઆત કરવામાં આવ્યું તે બાબતે દુર્ગાશકિત ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. તેમજ રાજકોટ શહેર પોલીસ સહરક્ષકો દ્વારા પણ વિસ્તારમાં કોરોના વાયરસ અંગેની માર્ગદર્શિકાનુ પાલન થઇ રહ્યું છે કે કેમ તે બાબતે પોલીસ મદદમાં રહેનાર છે.

પ્રતિકાત્મક તસવીર.
પ્રતિકાત્મક તસવીર.

રેસ્ટોરન્ટ્સ 12 વાગ્યા સુધી હોમ ડિલિવરી ચાલુ રાખી શકશે
નવરાત્રી પર્વ દરમિયાન તમામ દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ તેમજ રેસ્ટોરન્ટ્સ જે રાત્રીના 10 વાગ્યા સુધી SOP આધિન ચાલુ રાખી શકાશે. તેમજ રેસ્ટોરન્ટ્સમાં રાત્રીના 12 વાગ્યા સુધી હોમ ડિલિવરીની સુવિધા ચાલુ રાખી શકાશે. તેમજ તેનું પાલન નહીં કરનાર વિરૂદ્ધ રાજકોટ શહેર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...