આજથી નવરાત્રિનો પ્રારંભ:નવદુર્ગા માતાજી પાલખીમાં બેસીને પધારશે, રાજકીય ઊથલપાથલ રહે

રાજકોટ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાયત્રી ઉપાસક ઘનશ્યામ ઠક્કરે કહ્યું,માતાજીનું આગમન ક્યા વાહન ઉપર થાય તેનાથી ફળ કથન અપાય છે

આસો સુદ એકમને ગુરુવાર તા.7 ઓક્ટોબરના દિવસે નવરાત્રિનો પ્રારંભ થયો છે. હિન્દુ માન્યતા પ્રમાણે અલગ અલગ વારે નવરાત્રિનો પ્રારંભ થાય અને માતાજીનું આગમન ક્યા વાહન ઉપર થાય તેના ઉપરથી ફળ કથન આપવામાં આવે છે. ગાયત્રી ઉપાસક ઘનશ્યામભાઈ ઠક્કર જણાવે છે કે, નવરાત્રિનો પ્રારંભ અને નવદુર્ગા માતાજીના વાહન વિશે રવિવારે તથા સોમવારે નવરાત્રિની શરૂઆત થાય તો નવદુર્ગા માતાજી હાથી ઉપર બેસીને આવે.

મંગળવાર તથા શનિવારે શરૂઆત થાય તો નવદુર્ગા માતાજી ઘોડા ઉપર સવાર થઈને આવે. બુધવારે શરૂઆત થાય તો માતાજી હોડીમાં બેસીને આવે. ગુરુવાર અથવા શુક્રવારે શરૂઆત થાય તો પાલખીમાં બેસીને આવે. નવદુર્ગા માતાજી આ વર્ષે ગુરુવારે નવરાત્રિની શરૂઆત થતી હોવાથી પાલખીમાં બેસીને આવશે. પાલખીમાં બેસીને આવતા હોવાથી દેશમાં રાજકીય ઊથલપાથલ રહે, મોંઘવારીમાં વધારો થાય, લોકોએ બીમારીમાં સાવચેત રહેવું તથા એકબીજાને સાથ સહકાર આપવો. નવરાત્રિ દરમિયાન જીવનનાં બધા જ પ્રશ્નો દૂ૨ કરવા નવદુર્ગા માતાજીની ઉપાસના તથા નવાર્ણ મહામંત્રનાં જાપ કરવાથી જીવનની બધી જ બાધાઓ દૂર થાય છે.

નવરાત્રિ દરમિયાન જીવનની બધી સમસ્યાઓ દૂર કરવા નવદુર્ગાની ઉપાસના તથા નવાર્ણ મહામંત્રના જાપ લાભદાયી છે. આસો માસની નવરાત્રિમાં શક્તિની ઉપાસના કરવાના પાવન પર્વની ઉજવણી કરવામાં આવે છે. ઘરમાં ગરબાની સ્થાપના કરવાની સાથે સાથે મા દુર્ગાની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવે છે. દશેરાના દિવસે આ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવે છે.આદ્યશક્તિની આરાધનાનું પર્વ નવરાત્રિના પ્રારંભે શહેરના દરેક ચોકમાં જ નહીં પરંતુ ઘેર-ઘેર ગરબાનું સ્થાપન થશે. નવ દિવસ સુધી ભાવિકો માતાજીની આરાધના અને પૂજા પાઠ કરશે.

અન્ય સમાચારો પણ છે...