તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુઃખદ:ભાવનગરમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પુત્ર જયંતભાઈનું 82 વર્ષની વયે નિધન, દેહદાન કરવામાં આવ્યું

ભાવનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ભાવનગરમાં જયંતભાઈ મેઘાણીએ અંતિમ શ્વાસ લીધા (ફાઈલ તસવીર) - Divya Bhaskar
ભાવનગરમાં જયંતભાઈ મેઘાણીએ અંતિમ શ્વાસ લીધા (ફાઈલ તસવીર)
  • જયંતભાઈએ ‘ધ સ્ટોરી ઓફ ગાધી’, ‘અનુકૃતિ’, ‘રવિન્દ્ર-પુત્રવધૂ’ જેવા પુસ્તકો લખ્યા

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પુત્ર જયંત મેઘાણીનું 82 વર્ષની વયે ભાવનગરમાં નિધન થયું છે. તેઓ કોમ્પ્યુટર પર કામ કરી રહ્યા હતા ત્યારે અંતિમ શ્વાસ લીધા હતા. જયંતભાઈની ઈચ્છા મુજબ તેમના પરિવાર દ્વારા દેહદાન કરવામાં આવ્યું છે. જયંતભાઈના અવસાનથી મેઘાણી પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

જયંતભાઈએ ભાવનગરમાં પ્રસારની સ્થાપના કરી હતી
જયંતભાઈએ કલા અને સાસ્કૃતિક નગરી ભાવનગરની અનેક પેઢીઓને વાંચતી કરનાર અને સાહિત્યના પ્રસાર અને પ્રચાર દ્વારા સેવા કરી હતી. શહેરમાં પ્રસારના સ્થાપક અને સપ્તપર્ણી ‘ધ સ્ટોરી ઓફ ગાધી’, ‘અનુકૃતિ’, ‘રવિન્દ્ર-પુત્રવધૂ’ જેવા પુસ્તકોના સર્જક જયંતભાઈના નિધનના સમાચાર મળતા સ્નેહીજનો અને સાહિત્યપ્રેમીઓ મેઘાણી પરિવારને સાંત્વના આપવા પહોંચી ગયા હતા.

હાલમાં જ ઝવેરચંદ મેઘાણીની નવલકથાને ભારતીય સંસ્કૃતિની 10 મહાન કૃતિમાં સ્થાન મળ્યું છે
ઉલ્લેખનીય છે કે, હાલમાં જ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ વર્ષ 1939માં લખેલી નવલકથા વેવીશાળને ભારતીય સંસ્કૃતિની 10 મહાન કૃતિઓમાં સ્થાન મળ્યુ છે. જ્યારે ભારત સરકારની સાહિત્ય અકાદમીએ આ નવલકથાની આવૃતિનો રશિયન અને ચાઈનીઝ ભાષામાં અનુવાદ કરી પ્રકટ કરવામાં આવી છે.

(ભરત વ્યાસ, ભાવનગર)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો