દેશમાં અવ્વલ:નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોએ ક્રાઇમ રેટ ઘટાડામાં દેશમાં રાજકોટ શહેર પોલીસને પહેલો નંબર આપ્યો, ટેકનોલોજીની મદદથી ગુનાખોરી ઘટાડી

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ક્રાઇમ રેટ ઘટાડામાં રાજકોટ પોલીસ દેશમાં પ્રથમ (ફાઇલ તસવીર). - Divya Bhaskar
ક્રાઇમ રેટ ઘટાડામાં રાજકોટ પોલીસ દેશમાં પ્રથમ (ફાઇલ તસવીર).
  • આઇ-વે પ્રોજેક્ટ અને સુરક્ષા સેતુ એપ્લિકેશનનો ઉપયોગ કરી ગુનેગારો પર ખાસ વોચ રાખીને મોનિટરિંગ કરવામાં આવ્યું

નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોએ જાહેર કરેલા આંકડામાં રાજકોટ પોલીસે ગુજરાતનું નામ રોશન કર્યુ હોવાનું બહાર આવ્યું છે. ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને ગુનેગારો અને ગુનાખોરી ઉપર કાબૂ મેળવવામાં રાજકોટ પોલીસને સફળતા મળી છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા આંકડામાં રાજ્ય અને મેટ્રો શહેરમાં આંકડામાં દેશભરમાં ક્રાઇમ રેટ ઘટાડવામાં રાજકોટ પોલીસનો ડંકો વાગ્યો છે અને શહેર પોલીસે ક્રાઇમ રેટ ઘટાડવામાં પહેલા નંબરે પોતાનો ઝંડો ગાડ્યો છે.

દેશના અલગ અલગ રાજ્યો અને જિલ્લામાં ક્રાઇમ રેટના આંકડા મગાવ્યા હતા
ભારતના અલગ અલગ રાજ્યો અને જિલ્લામાં ક્રાઇમ રેટ બાબતે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો દ્વારા આંકડા એકત્રિત કરી રાજ્યવાર આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં રાજકોટ પોલીસ ક્રાઇમ રેટ ઘટાડવામાં દેશભરમાં અવ્વલ નંબરે આવી છે. એનસીઆરબી આંકડા મુજબ સમગ્ર ભારતમાં રાજકોટ પોલીસ ક્રાઇમ રેટ ઘટાડવામાં શ્રેષ્ઠ સાબિત થઇ છે. ભારતના અન્ય રાજયો અને શહેરોની સરખામણીમાં ગુનાખોરીનો ઘટાડો જોવા મળ્યો છે.

લોકડાઉનમાં કરેલી કામગીરીની સરાહના કરી.
લોકડાઉનમાં કરેલી કામગીરીની સરાહના કરી.

રાજકોટ પોલીસે કોરોનાકાળમાં સરાહનીય કામગીરી કરી
આ કામગીરી બદલ રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, સંયુક્ત પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા તેમજ ક્રાઇમના એસીપી સહિતના તમામ પોલીસ અધિકારીની મહેનત રંગ લાવી છે. રાજકોટ પોલીસે કોરોનાકાળ વચ્ચે પણ કર્ફ્યૂં ભંગથી લઇને અનલોકની બાબતોમાં તેમજ પોલીસ બંદોબસ્ત જાળવ્યો હોય કોરોનાથી લઇને ક્રાઇમ રેટ ઘટાડવા સુધીમાં અનેક પડકારો વચ્ચે રાજકોટ પોલીસે સરાહનીય કામગીરી કરી છે.

પોલીસ કમિશનરને સ્કોચ દ્વારા ગોલ્ડમેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા
આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ તેમજ આઇ-વે પ્રોજેક્ટ અને સુરક્ષા સેતુ એપ્લિકેશનનો ઉપયોગ કરી ગુનેગારો પર ખાસ વોચ રાખીને મોનિટરિંગ કરવામાં આવ્યું છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને સ્કોચ દ્વારા ગોલ્ડમેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. માદક પદાર્થોની હેરાફેરી હોય કે પછી રેમડેસિવિર ઇન્જેક્શનના કાળા બજાર હોય કે મોટા કોઇ પણ ગંભીર ગુના હોય તેનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. સાથે સાથે ક્રાઇમ રેટ ઘટાડવામાં રાજકોટ પોલીસની જે કામગીરી રહી છે તેની નોંધ હવે ભારતભરમાં લેવાય છે અને એનસીઆરબીના આંકડા મુજબ રાજકોટ શહેરમાં ક્રાઇમ રેટ ઘટાડવામાં પોલીસની કામગીરીની નોંધ લેવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...