સન્માન:સ્લમ દૂર કરી આવાસ યોજના ઊભી કરવા માટે મનપાને નેશનલ એવોર્ડ આપવામાં આવ્યો

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ મહાનગરપાલિકા - ફાઇલ તસવીર - Divya Bhaskar
રાજકોટ મહાનગરપાલિકા - ફાઇલ તસવીર

રાજકોટ મહાનગરપાલિકાએ શહેરના જુદા જુદા વિસ્તારમાં સ્લમ દૂર કરી પીપીપી યોજના હેઠળ આવાસ બનાવવાની કામગીરી કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 3000 આવાસનું પ્લાનિંગ કર્યું છે અને 645 આવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ કામગીરી કરવા બદલ રાજકોટ મહાનગરપાલિકાને કેન્દ્ર સરકારે એલર્સ હાઉસિંગ સમિટમાં એવોર્ડ મળ્યો છે. મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, પીપીપી પોલિસી 2013માં શહેરમાં ઝૂંપડપટ્ટી વિસ્તાર દૂર કરી પીપીપી ધોરણે વિકસાવવા માટે નીતિ બની હતી. આ પોલીસી હેઠળ ભારતનગર, મચ્છુનગર સ્લમ વિસ્તારને રિડેવલપ કરી નવી અનેક સુવિધાઓથી સુસજ્જ એવી આવાસ યોજના તૈયાર કરી હતી.

3078 આવાસના ડ્રોનો કાર્યક્રમ મોકૂફ
રાજકોટ મહાનગરપાલિકાએ થ્રી બીએચકેના 1268, ટુ બીએચકેના 168 અને વન બીએચકેના 542 આવાસ માટે ફોર્મ બહાર પાડ્યા હતા. જેમાં 50 હજારથી વધુ લાભાર્થીઓએ આવાસ મેળવવા માટે ફોર્મ ભર્યા છે. આ આવાસની ફાળવણી માટે મનપાએ મુખ્યમંત્રીના હસ્તે ઓનલાઇન ડ્રો ગુરુવારે રાખ્યો હતો તેમજ નવા 3324 આવાસનું ભૂમિપૂજનનો કાર્યક્રમ રાખ્યો હતો જે મોકૂફ રાખવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...