તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંધશ્રદ્ધા:કંધેવાળિયા ગામને કોરોનામુક્ત કરવા નર્મદાનું પાણી બંધ કરાવ્યું, ગ્રામજનો કૂવાનું પાણી પીવે છે : સરપંચ

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ જિલ્લામાં કુલ 145 ગામ એવા છે જ્યાં હાલ કોરોનાના એક પણ કેસ નથી. ત્યારે વીંછિયા તાલુકાનું કંધેવાળિયા ગામ જ્યાં 5 હજારની વસ્તી છે અને તે રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના ગામથી 1 કિલોમીટરના જ અંતરે છે, ત્યાં હાલ એક પણ પોઝિટિવ કેસ 3 સપ્તાહમાં નોંધાયો નથી. આ તકે ગામના સરપંચ સાથે વાતચીત કરતા તેઓએ કહ્યું હતું કે, ગામમાં પ્રથમ લહેર દરમિયાન એક પણ પોઝિટિવ કેસ નોંધાયો ન હતો, અને એક પણ મૃત્યુ નીપજ્યું ન હતું, પરંતુ કોવિડની બીજી લહેરમાં 30 થી 40 જેટલા કેસ આવ્યા હતા, અને 7 લોકોના મૃત્યુ નીપજ્યા હતા.

ગામના લોકોને ડર છે કે, જો તેઓ નર્મદાનું પાણી પીશે તો તેઓને કોવિડ થઇ શકે છે, જેથી નર્મદાનું પાણી બંધ કરી કૂવાનું પાણી હાલ લોકો પી રહ્યા છે. આ અંગે તેઓએ કહ્યું કે, કૂવાનું પાણી લાઈન મારફતે સમ્પ સુધી પહોંચાડવામાં આવે છે, અને ત્યાંથી લોકોના ઘરમાં લાઈન સુધી પહોંચાડાય છે. અંધશ્રદ્ધાના કારણે ગામમાં માત્ર 30 ટકા જ રસીકરણ શક્ય બન્યું છે. ત્યારે આગામી દિવસોમાં પણ ગામમાં કોઈ કેસ ન આવે તે માટેની પૂરતી તકેદારી રાખવામાં આવશે. લોકોને આરોગ્ય અંગે જાગૃત પણ કરાશે.

અન્ય સમાચારો પણ છે...