‘સૌની’ આપણી મોંઘી બની:સૌરાષ્ટ્રના 12 ડેમમાં ઠલવાતા નર્મદા નીરનું બિલ 200 કરોડને પાર, વ્યાજ જ 43 કરોડ, 4 વર્ષથી નર્મદા નિગમને એક ફદીયું આપ્યું નથી

રાજકોટ5 મહિનો પહેલા
સૌની યોજના હેઠળ સૌરાષ્ટ્રના 12 ડેમમાં નર્મદાનું પાણી ઠાલવવામાં આવે છે.
  • નર્મદા નિગમે સૌની યોજના હેઠળ અપાતા પાણી માટે 200 કરોડની ઉઘરાણી કરી

ઉનાળાની શરૂઆત થાય એટલે સૌરાષ્ટ્રનો સૌથી મોટો પ્રશ્ન પીવાના પાણીનો ઉભો થાય છે. ગત ચોમાસામાં સારા વરસાદથી સૌરાષ્ટ્રના ડેમો છલોછલ થયા હતા. પરંતુ આયોજનના અભાવે દિવાળી તો માંડ આવે છે અને ડેમોના તળિયા દેખાવા લાગે છે. આથી સૌરાષ્ટ્રવાસીઓએ સૌની યોજના હેઠળ નર્મદા નીર પર આધાર રાખવો પડે છે. આ પાણી સરદાર સરોવર નર્મદા નિગમ હસ્તકના નર્મદા ડેમમાંથી આવતું હોવાથી તેના નિયમ મુજબ એક હજાર લીટરના 4 રૂપિયાના 18 પૈસા લેખે સરકારી તંત્ર દ્વારા વસૂલવામાં આવે છે. પરંતુ સૌરાષ્ટ્રના 11 ડેમોમાં ઠલવાતા નર્મદા નીરનું બિલ જે-તે સરકારી કચેરી દ્વારા છેલ્લા 4 વર્ષથી ચૂકવવામાં આવ્યું નથી. આથી આ બિલ 200 કરોડને પાર પહોંચી ચૂક્યું છે. ચાર વર્ષનું વ્યાજ જ 43 કરોડને આંબી ગયું છે.

ક્રમશઃ ન્યારી-1 ડેમમાં પાણી પહોંચાડવામાં આવશે ઉનાળાના આરંભ પૂર્વે પાણીની મુશ્કેલી ઉભી ન થાય તે માટે સૌની યોજના હેઠળ રાજકોટના આજી-1 ડેમમાં આ પ્રકારે જુદા-જુદા વિસ્તારોમાં પાણી પહોંચાડવાની અઘરી કામગીરી સમયસર પુરી કરવામાં આવતી રહી હોવા છતાં ઠાલવવાનું શરૂ કરવામાં આવ્યું છે. ક્રમશઃ ન્યારી-1 ડેમમાં પાણી પહોંચાડવામાં આવશે. દરમિયાન ગોંડલના વેરી તળાવને સૌની યોજનાથી ભરી દેવાની માંગ કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં સિંચાઈ તંત્ર દ્વારા પાણીના પૈસા ચૂકવવામાં ગલ્લા-તલ્લાં કરવામાં આવતા હોવાને લીધે સિંચાઈ વિભાગ ઉપર નર્મદા નિગમને પાણીનાં બિલની રકમ ચૂકવી શકતું નથી. પીવાના પાણીના પૈસા બાબતે સરકારી કચેરીઓ એકબીજાને ખો આપી રહી છે.

ત્રંબાથી નર્મદા નીર આજીડેમમાં ઠાલવવામાં આવે છે.
ત્રંબાથી નર્મદા નીર આજીડેમમાં ઠાલવવામાં આવે છે.

સૌની યોજના હેઠળ નર્મદા નિગમનું બાકી બિલ (લાખમાં)

ડેમનું નામપાણી ચૂકવવાની રકમવ્યાજની રકમકુલ રકમ
આજી-16019.7675.586695.27
ન્યારી-11713.6497.62210.86
મચ્છુ-11996.87675.582672.44
ભાદર-11692.88467.872160.75
વેરી તળાવ1224.14497.251721.39
વઢવાણ ભોગાવો-1501.91675.581177.49
ડેમી-148.89288.35337.83
લાલપરી48.48288.35336.83
ચિભડા70.72151.22221.93
વઢવાણ ભોગાવો940.78-940.78
ચેકડેમ-તળાવ લાઈન લોસ1672.48--

રાજકોટનું જ વ્યાજ સહિત 91 કરોડનું બિલ
સૌની યોજના હેઠળ વર્ષ 2017ની 2221 સુધીના પાણી બિલની ઉઘરાણીના નર્મદા નિગમ દ્વારા સિંચાઈ વિભાગને પત્ર પાઠવી વધુ એક વખત પાણી બિલ પેટે રૂ.200 કરોડથી વધુ રકમ ચૂકવી દેવાની ઉઘરાણી કરવામાં આવી છે. આથી પાણી પ્રશ્ને સિંચાઈ તંત્રની જે મુશ્કેલી છે. આ અંગે સુત્રો પાસેથી જાણવા મળતી વિગત મુજબ સૌની યોજના હેઠળ આજી 1, ન્યારી 1, મચ્છુ 1, ભાદ૨ 1 સહિતના 12 જળાશયોની લીંક 3 યોજના હેઠળ જે પાણી આપવામાં આવ્યું છે. તેના બિલ પેટે રાજકોટ મહાપાલિકા પાસે 79.41 જેવી ૨કમ વસુલવાની બાકી છે. વ્યાજ સહિત આ રકમ 91 કરોડને આંબી જાય છે. ગોંડલ નગરપાલિકા પાસે રૂ.17.21 કરોડ અને સુરેન્દ્રનગર સિંચાઈ વિભાગ પાસે રૂ. 11.77 કરોડ જ્યારે જુદા જુદા ગામો અને શહેરની પંચાયતોના તળાવ-ચેકડેમ ભરી દેવા માટે રૂ.16.72 કરોડ જેવી રકમ વ્યાજ સહિત વસૂલવાની બાકી છે. જેમાંથી કોઈ પૈસા આપતું નથી.

અન્ય સમાચારો પણ છે...