તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જળસંકટ દૂર થશે:રાજકોટના આજીડેમમાં સૌની યોજનાથી નર્મદા નીર આવી પહોંચ્યા, 335 MCFT પાણીનો જથ્થો ઠલવાશે, દોઢ મહિના સુધી પાણીની સમસ્યા હલ

રાજકોટ20 દિવસ પહેલા
ત્રંબાથી નદી વાટે પાણી આજી ડેમ પહોંચ્યું.
  • અપૂરતા વરસાદને કારણે રાજકોટના મેયરે મુખ્યમંત્રીને નર્મદા નીર આપવા માગ કરી હતી

રાજકોટમાં આ વર્ષે નહિવત વરસાદને કારણે મોટાભાગના ડેમો તળિયા ઝાટક થઇ ગયા છે. ત્યારે રાજકોટ શહેરની જીવાદોરી સમાન આજી-1 ડેમ ખાતે ફરી સૌની યોજનાથી નર્મદાના નીર આવી પહોંચ્યા છે. આજી ડેમમાં 335 MCFT પાણીનો જથ્થો ઠાલવવામાં આવશે. આથી દોઢ મહિના સુધી પાણીની સમસ્યા હલ થઇ હોવાનો તંત્ર દાવો કરી રહ્યું છે.

ચેકડેમ ભરેલા હોવાથી પાણી વહેલું પહોંચ્યું
ધોળીધજા ડેમમાંથી સૌની યોજના મારફત નર્મદાનું પાણી ત્રંબા પહોંચ્યું હતું. બાદમાં ત્રંબાથી આ પાણી નદી વાટે આજી ડેમ ખાતે પહોંચ્યું છે. જોકે, વરસાદને કારણે વચ્ચે ચેકડેમો ભરેલા હોવાથી આવતીકાલે પહોંચનાર નર્મદાનું પાણી આજે પહોંચી ગયું છે. આજીડેમમાં નર્મદાનું પાણી ઠાલવવાથી રાજકોટનું જળસંકટ દૂર થશે. અપૂરતા વરસાદને કારણે રાજકોટના મેયર ડો.પ્રદીપ ડવે મુખ્યમંત્રીને નર્મદા નીર આપવા માગ કરી હતી.

કોર્પોરેશનની પાણી સમિતિના ચેરમેન દેવાંગ માંકડ.
કોર્પોરેશનની પાણી સમિતિના ચેરમેન દેવાંગ માંકડ.

સિંચાઈ માટે 67 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ
કોર્પોરેશનની પાણી સમિતિના ચેરમેન દેવાંગ માંકડે જણાવ્યું હતું કે, આજે રાજકોટની જનતા માટે ગુજરાત સરકારે ફરથી સૌની યોજનાનું પાણી રવાના કર્યું છે અને આનંદની વાત એ છે કે, આ પાણી આજીડેમ ખાતે પહોંચી ગયું છે. રાજકોટની પાણીની સમસ્યા છે તેનું નિરાકારણ થશે. રાજકોટ જિલ્લામાં પણ પાણીની સ્થિતિ સુધરી ગઈ છે. જિલ્લામાં સારો વરસાદ થયો છે. છેલ્લા 24 કલાકમાં સિંચાઈના ડેમોમાં હાલ ડિસેમ્બર મહિના સુધી ચાલે તેટલું પાણી આવી ચૂક્યું છે. સિંચાઈ માટે 67 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. સૌની યોજના દ્વારા પીવાના પાણીની સ્થિતિ કન્ટ્રોલ હેઠળ છે. સિંચાઈ માટે પણ આવતા ચિત્ર હવે બદલાયું છે.

આજી-2 ડેમના નીચાણવાળા વિસ્તારના લોકોએ સાવચેત રહેવું
રાજકોટ નજીક માધાપર પાસે આવેલા આજી-2 ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીની આવક થતાં ડેમ 90 ટકા ભરાય ગયો છે અને પાણીની આવક ચાલુ છે. ડેમના દરવાજા ગમે ત્યારે ખોલવામાં આવશે. આથી ડેમની નીચાણવાળા વિસ્તારના અડબાલકા, બાધી, દહિંસરડા, ડુંગરકા, ગઢડા, હરિપર, ખંઢેરી, નારણકા, ઉકરડા, સખપર, મનહરપુર વગેરે ગામના લોકોએ નદીનાં પટમાં અવર જવર ન કરવા અને સાવચેત રહેવા ફ્લડ કંટ્રોલ રૂમ તરફથી જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...