તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિવેદન:નરેશ પટેલે ખોડલધામમાં બધા દેવી-દેવતાને સ્થાન આપ્યું માત્ર ઉમિયા માતાજી બાકી રાખ્યા : ફતેપરા

રાજકોટએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રાજ્ય સરકારમાં હોદ્દો અથવા રાજ્યસભાની સીટના અભરખા છે, ખોડલધામમાં અત્યાર સુધી કોઇ કડવા પટેલને મહેમાન બનાવ્યા નથી

લેઉવા પટેલ અગ્રણી નરેશ પટેલે ઊંઝામાં ઉમાધામ જઈને લેઉવા અને કડવા પાટીદારને એક કરવાની વાત કરી હતી તેમજ સરપંચથી સંસદ અને ક્લાર્કથી કલેક્ટર સુધી પાટીદારો હોવા જોઇએ તેવી પણ હાકલ કરી હતી. આ વાતને રાજકોટના વીંછિયાના કડવા પાટીદાર અગ્રણી પોપટ ફતેપરાએ માત્ર બનાવટ હોવાનું કહી નરેશ પટેલે કડવા પાટીદારોનો ઉપયોગ પોતાના રાજકીય રોટલા શેકવા માટે રાજ્યસભા અથવા 2022માં ચૂંટણી માટે લાભ લેવા બણગા ફૂંક્યાનો આક્ષેપ કર્યો છે.

પોપટ ફતેપરા કહે છે કે, બે લોકસભા પહેલા કિરણ પટેલને ટિકિટ મળી ત્યારે તેને હરાવવા માટે નરેશ પટેલે પ્રયત્નો કર્યા હતા અને ફાર્મહાઉસમાં બેઠકો કરી હતી. સમાધાનને નામે માત્ર ડીંડક જ કર્યા છે અને હવે બે ચૂંટણીની તક તેમણે જોઈ છે. રાજ્યસભાની સીટ ખાલી થઈ છે તેમજ 2022માં વિધાનસભા આવે છે. આ બંનેમાંથી કોઇ એક સીટ મળી જાય તેવા અભરખા જાગ્યા છે આ માટે જ આવા બણગા ફૂંકી રહ્યા છે. લેઉવા પાટીદારોના અગ્રણીઓ પછી તે કેશુબાપા હોય કે વલ્લભ કથીરિયા બધાને ઉમાધામ સહિતના સંગઠનોમાં મુખ્ય મહેમાન બનાવ્યા છે.

સૌરાષ્ટ્રમાં ક્યા કડવા પાટીદારને મુખ્ય મહેમાન બનાવ્યા. આટલું જવા દો, ખોડલધામમાં 64 દેવી-દેવતાઓને સ્થાન આપ્યું પણ તેમાં ક્યાંય ઉમિયા માતાજીની મૂર્તિ નથી. અમારી દીકરીઓ જ્યારે પરણીને ખોડલધામ જાય ત્યારે ઉમિયા માતાના દર્શન નથી થતા. હવે દરેક સંગઠનને કહીશું કે, આનાથી વર્ગ વિગ્રહ વધશે તેથી નરેશ પટેલની વાતથી કોઈએ ભરમાવું નહીં.

ફતેપરાએ આ મુદ્દા ઉઠાવ્યા

 • અલગ વૃત્તિ ધરાવે છે, કડવા પાટીદાર પણ તેમની શ્રેણીમાં આવી જશે
 • અન્ય સમાજના ફાંટાઓ એક થઈ જશે અને સામે પડશે
 • રાજ્યસભાની અથવા આગામી વિધાનસભામાં જીતીને સરકારનું હેલિકોપ્ટર જોઈએ છે
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો