• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Naradham, Who Was Running Away After Molesting His Sister, Was Caught In The House By His Brother, Filled His Nose And Made Him Bleed To Death.

રાજકોટમાં ભાઈએ શબક શીખવાડ્યો:બહેનની છેડતી કરી ભાગી રહેલાં નરાધમને ભાઇએ ઘરમાં જ પકડી નાકે બચકું ભરી લઇ લોહીલુહાણ કરી દીધો

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • યુવતી ઘરના નવેળામાં વાસણ સાફ કરતી હતી ત્યારે ડેલી કૂદી અંદર ઘુસ્યો ’તો
  • યુવતીના ભાઇએ ટીશર્ટ પકડ્યું તો ટીશર્ટ કાઢીને તેમજ સાથે લાવેલી બેગ અને સેન્ડલ મૂકીને ભાગ્યો, બેગમાંથી સ્પ્રે, રેઇનકોટ અને પાકીટ મળ્યું

શહેરના કાલાવડ રોડ પરની ક્રિષ્નાપાર્ક સોસાયટીમાં રહેતી યુવતી પોતાના ઘરે એકલી હતી અને નવેળામાં વાસણ સાફ કરતી હતી ત્યારે એક શખ્સ ડેલી કૂદીને અંદર ઘુસ્યો હતો અને યુવતીને મોઢે ડૂમો દઇ અડપલાં કરવા લાગ્યો હતો, તે વખતે જ યુવતીના પિતા અને ભાઇ આવી જતાં યુવતીના ભાઇએ તે નરાધમને પકડી નાકે બચકું ભરી લીધું હતું, જોકે તે સકંજો છોડાવીને લોહિયાળ હાલતમાં નાસી ગયો હતો, પોલીસે આ અંગે તપાસ શરૂ કરી હતી.

ક્રિષ્નાપાર્ક સોસાયટીમાં રહેતી 22 વર્ષની યુવતીએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અજાણ્યા શખ્સનું નામ આપ્યું હતું, યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના માતા 12 વર્ષથી અલગ રહે છે અને પોતે, તેનો ભાઇ અને પિતા રહે છે, શુક્રવારે સવારે 10.45 વાગ્યે યુવતીના પિતા અને ભાઇ કોર્ટે ગયા હતા ત્યારે યુવતી ઘરે એકલી હતી અને તેણે ઘરનો મુખ્ય દરવાજો અંદરથી બંધ કર્યો હતો, પાછળનો દરવાજો ખુલ્લો હતો અને નવેળામાં વાસણ સાફ કરતી હતી ત્યારે બપોરના દોઢેક વાગ્યે એક શખ્સ ઘરની ડેલી કૂદી અંદર ઘુસ્યો હતો અને યુવતીનું બાવળું પકડી મકાનના રૂમમાં લઇ ગયો હતો અને બીભત્સ માંગ કરી હતી, યુવતીએ ના કહેતા તે શખ્સે યુવતીને મોઢે ડૂમો દઇ છેડતી કરવા લાગ્યો હતો, યુવતી તાબે નહીં થતાં તે નરાધમે યુવતીને ઢીકાપાટુનો માર પણ માર્યો હતો.

દશેક મિનિટ બાદ યુવતીના પિતા અને ભાઇ આવ્યા હતા અને મકાનનો મુખ્ય દરવાજો તેમણે ખટખટાવતા તે શખ્સ ડરી ગયો હતો અને તેણે જ દરવાજો ખોલ્યો હતો, ઘરમાંથી અજાણ્યો શખ્સ શંકાસ્પદ હાલતમાં મળી આવતા યુવતીના ભાઇએ તે શખ્સને નાકે બચકું ભરી લીધું હતું, બચકું ભરવાથી તે શખ્સના નાક પરથી લોહી વહેવા લાગ્યું હતું, તેણે ભાગવાની કોશિશ કરતાં યુવતીના ભાઇએ તેનું ટીશર્ટ પકડતાં તે ટીશર્ટ કાઢીને ભાગ્યો હતો, એટલું જ નહીં પોતાની સાથે લાવેલી બેગ અને તેના સેન્ડલ પણ મૂકીને ભાગી ગયો હતો, ઘટના અંગે યુવતીના પિતાએ જાણ કરતાં પોલીસની ટીમ સ્થળ પર દોડી ગઇ હતી, યુવક જે બેગ મૂકીને ભાગ્યો હતો તે બેગમાંથી સ્પ્રે, રેઇનકોટ અને પાકીટ મળી આવ્યા હતા જે પોલીસે કબજે કર્યા હતા. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે તે શખ્સને ઓળખતી નથી, અગાઉ ક્યારેય જોયો નહોતો તેમજ તેની સાથે ક્યારેય ટેલિફોનિક વાતચીત પણ કરી નથી. યુવતીની ફરિયાદ પરથી ગુનો નોંધી પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...