ઉત્સાહ / મોટી પાનેલીના ખારચિયા ગામે ઇદ નિમિત્તે ઘરે રહીને નમાજ અદા કરવામાં આવશે

Namaz will be offered at home on the occasion of Eid in Kharchia village of Moti Paneli
X
Namaz will be offered at home on the occasion of Eid in Kharchia village of Moti Paneli

દિવ્ય ભાસ્કર

May 24, 2020, 05:00 AM IST

મોટી પાનેલી. આગામી ઇદના તહેવારને અનુલક્ષીને મુસ્લિમ બિરાદરોમાં ભારે ઉત્સાહ ઉમંગ જોવા મળે છે પરંતુ વર્તમાન પરિસ્થિતિને અનુરૂપ ચાલી રહેલા કોરોના મહામારી, લોકડાઉન તથા સરકારના ગાઈડલાઈન મુજબ મોટીપાનેલી મુસ્લિમ સમાજના પ્રમુખ ઇશાકભાઇ સોરાની યાદીમાં જણાવે છે કે મોટી પાનેલી પંથકના વાલાસણ જાર, ખારચીયા વગેરે ગામોના મુસ્લિમ બિરાદરોએ તારીખ 25ને સોમવારના રોજ ઈદની ઉજવણી નમાજ વગેરે ઘરે રહીને અદા કરવાની રહેશે સાથે જ સમગ્ર વિશ્વમાં કહેર મચાવનાર કોરોનાની મહામારી વહેલી તકે ઓછી થાય અને નાબૂદ જ થઇ જાય તેવી અલ્લાહ પાસે બંદગી કરવાની નમ્ર નિવેદન કરે છે આ સંપૂર્ણ પવિત્ર તહેવાર સરકાર સરકારી તંત્રના આદેશ મુજબ પાલન કરવાનું રહેશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી