• Home
  • Local
  • Gujarat
  • Rajkot
  • NAFED and Gujcomasol stop buying chickpeas, Porbandar MP writes letter to Union Agriculture Minister, seeks purchase at support price

રાજકોટ / નાફેડ અને ગુજકોમાસોલે ચણાની ખરીદી બંધ કરતા પોરબંદરના સાંસદે કેન્દ્રીય કૃષિ મંત્રીને પત્ર લખ્યો, ટેકાના ભાવે ખરીદી કરવા માંગ કરી

X

  • હજારો ખેડૂતોએ ચણાના વેચાણ માટે રજિસ્ટ્રેશન કર્યું હોવા છતાં સરકારે ખરીદી બંધ કરી

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 02:59 PM IST

રાજકોટ. રાજકોટ બેડી યાર્ડ ફરી રાબેતા મુજબ ધબકતું થયું છે અને વિવિધ 34 જણસીની હરાજી શરૂ થઇ ગઇ છે. જોકે નાફેડ અને ગુજકોમાસોલે ચણાની ખરીદી અચાનક બંધ કરતા પોરબંદરના સાંસદ રમેશ ધડુકે કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંગ તોમરને પત્ર લખ્યો છે. જેમાં રજીસ્ટ્રેશન કરનાર ખેડૂતો પાસે 2 લાખ ટન ચણાનું જથ્થો છે, જેની સરકાર ટેકાના ભાવે ખરીદી કરે તેવી માંગ કરી છે. ઉલ્લેખનિય છે કે, થોડા દિવસ પહેલા રાજકોટના સાંસદ મોહન કુંડારીયાએ સીસીઆઈના કેન્દ્રો શરૂ કરવા માટે સરકારને પત્ર લખ્યો હતો. 


પોરબંદરના સાંસદે કેન્દ્રીય કૃષિ મંત્રીને લખેલો પત્ર

બેડી યાર્ડ શરૂ થતાં અંદાજે 9 કરોડનું ટર્નઓવર થયું
રાજકોટ બેડી યાર્ડ ફરી ધમધમતુ થતાં રાજસ્થાનથી 32 શ્રમિકો પરત ફર્યા છે. આ ઉપરાંત સ્થાનિક શ્રમિકો પણ કામગીરીમાં જોડાયા છે. રાજકોટ બેડી યાર્ડનું ટર્નઓવર 9 કરોડ રૂપિયાની આસપાસ પહોંચી ગયું છે. જેમાં ચણા, મગફળી અને કપાસની આવક વધુ છે. યાર્ડમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું ખાસ ધ્યાન રાખવામાં આવે તે માટેનો નિર્ણય સત્તાધિશો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

બાબરા માર્કેટમાં ચણાની ખરીદીના તમામ સેન્ટરો બંધ કરાયા

બાબરા માર્કેટ યાર્ડમાં નાફેડ દ્વારા કરવામાં આવતી ચણાની ખરીદી બંધ કરવામાં આવી છે. જિલ્લામાં ટોટલ 6 જેટલા સેન્ટરો કરવામાં આવ્યા હતા. તે તમામ સેન્ટર બંધ કરવામાં આવ્યા છે. બાબરા સેન્ટરમાં કુલ 2000 જેટલા રજિસ્ટ્રેશન કરવામાં આવ્યા હતા. તેમાં ખાલી 796 જેટલા ખેડૂતોના ચણા ખરીદી કરવામાં આવ્યા છે. હજી તો 25 ટકા જ ખેડૂતોને બોલવામાં આવ્યા અને ત્યારબાદ ખરીદી બંધ કરી દેવાઇ છે. હાલ ચોમાસું નજીક હોવાથી ખેડૂતોને ચણા વેચાઇ ગયા બાદ સિંગ અને કપાસ તેમજ ખાતરની ખરીદી કરવાની હોવાથી હવે બિયારણ લેવું કેવી રીતે સવાલ ખેડૂતો ઉઠાવી રહ્યા છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી