રાજકોટમાં પરિણીતા સાથે અત્યાચાર:‘મારા દીકરાને સારા સારા માગા આવતા હતા, પણ તું નસીબમાં ભટકાણી,’ કહી સસરાનો ત્રાસ

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 9 મહિનાથી પુત્રી સાથે પિયર રહેતી પરિણીતાએ નોંધાવી ફરિયાદ

સાસરિયાઓ દ્વારા પુત્રવધૂને ત્રાસ આપવાના બનાવોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. ત્યારે વધુ એક બનાવની જામનગર રોડ, નાગેશ્વર પટેલ ચોક પાસેના આશીર્વાદ એપાર્ટમેન્ટમાં છેલ્લા નવ મહિનાથી પુત્રી સાથે રહેતી નીકિતા નામની પરિણીતાએ જામનગર રહેતા પતિ કૃણાલ, સસરા નટવરલાલ હરિલાલ ચૌહાણ, સાસુ લતાબેન, નણંદ હીનાબેન સામે ફરિયાદ નોંધાવી છે.

કૃણાલની નોકરી જામનગર હોય ભાડાના મકાનમાં રહેતા હતા
હાલ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી નીકિતાની ફરિયાદ મુજબ, કૃણાલ સાથે તેના લગ્ન 2020માં થયા છે. કૃણાલની નોકરી જામનગર હોય ભાડાના મકાનમાં રહેતા હતા. અહીં સાસુ આવતા ત્યારે તારા દાંત લાંબા છે, રસોઇ કરતા આવડતી નથી, તારા માવતરે કંઇ શીખડાવ્યું નથી તેવા ટોણાં મારતા હતા. નણંદ હીનાના છૂટાછેડા થઇ ગયા હોય તે પણ પોતાને મેણાં મારતા રહેતા હતા.

પરિણીતાને મેણાં મારી માનસિક ત્રાસ આપતા ​​​​​​​
પોતે સગર્ભા હતી ત્યારે સસરા પોતાને કહેતા કે તમને બીજો કોઇ છોકરો ગમતો હોય તો તમે કહો, અમે તમારા લગ્ન તેના સાથે કરાવી દેશું, મારા દીકરાના તમારા કરતા પણ સારા માગા આવતા હતા, પણ તું અમારા નસીબમાં કેમ ભટકાણી ખબર નહીંના મેણાં મારી માનસિક ત્રાસ આપતા હતા. પતિ પણ તેના માતા-પિતા, બહેનનું ઉપરાણું લેતા હતા. પોતે સગર્ભા હોવાનું જાણવા છતાં પોતાને પંખા સહિતની વસ્તુઓ સાફસફાઇ કરવા મજબૂર કરતા હતા.

સાસરિયાઓ સામે ત્રાસની પોલીસમાં ફરિયાદ નોંધાવી
​​​​​​​​​​​​​​
દરમિયાન દીકરીનો જન્મ થતા પતિ સહિતનાઓને નહિ ગમતા વધુ ત્રાસ આપવાનું ચાલુ કર્યું હતું. બાદમાં સાસુએ પોતાને તેડી જવા માટે માતાને ફોન કરી બોલાવ્યા હતા. આમ નવ મહિનાથી પોતે પિયરમાં છે. ત્યારે સાસરિયાઓ તો ઠીક પતિએ પણ પોતાની કે દીકરીના ખબર અંતર પૂછવા આવ્યા નથી. પતિને પોતાની કંઇ પડી ન હોય પોતાનું અને પુત્રીનું ભરણપોષણ મેળવવા કેસ પણ કર્યો છે. અને હવે સાસરિયાઓ સામે ત્રાસની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...