• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • My Son Started Smoking With His Friend And Got Addicted To Drugs, Drug Peddlers Were Injecting And Forcing Sales: Mother's Anguish

એક્સક્લૂઝિવ:અંડર-19 ક્રિકેટરના માતાની વેદના, મારો દીકરો મિત્ર સાથે સિગારેટથી ડ્રગ્સ સુધી પહોંચ્યો, ડ્રગ-પેડલર પરાણે ઇન્જેક્શન આપતા અને વેચાણ માટે દબાણ કરતા

રાજકોટએક મહિનો પહેલાલેખક: રક્ષિત પંડ્યા
  • માતાએ હિંમત કરી રાજકોટના ડ્રગ-હેન્ડલરનાં નામ આપ્યાં

સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં નશાનો કાળો કારોબાર ખુલ્લેઆમ ચાલી રહ્યો હોવાની વાત સામે આવી છે. રાજકોટનો એક ક્રિકેટર ચિઠ્ઠી લખી પોતાનુ ઘર છોડી નાસી છૂટ્યો છે જેથી તેની માતા મીડિયાનો સંપર્ક કરી ન્યાયની માંગ કરી છે. આ અંગે માતાએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, મારો પુત્ર તેના મિત્ર સાથે મળી સિગારેટથી શરૂ કરી ડ્ર્ગ્સના નશા સુધી પહોંચ્યો છે અને બાદમાં જબરજસ્તી ઇન્જેક્શન આપી વેચાણ કરવા સુધી દબાણ કરતા હતા

દિવ્ય ભાસ્કર: આપની શી સમસ્યા છે અને કેવી પરિસ્થિતિ સર્જાય ?
મહિલા: પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. 23 વર્ષનો યુવાન દીકરો ડ્રગ્સના રવાડે ચડી આજે ઘર છોડી નાસી ગયો છે. ડ્રગ-માફિયાઓ યુવાનોની જિંદગી બગાડી રહ્યા છે. તમામ ડ્રગ-માફિયાઓ સામે પોલીસ કડક કાર્યવાહી કરે તેવી મારી માંગ છે.

દિવ્ય ભાસ્કર: તમારો દીકરો શું કહે છે ?
મહિલા: મારો દીકરો કહે છે માં મને બચાવ મારે આ કહી કરવું નથી તું મને આમાંથી બહાર કાઢી દે. ડ્રગ-માફિયાઓ મારા પુત્રને તેની ઈચ્છા વિરુદ્ધ ઇન્જેક્શન આપી ડ્રગ આપતા હતા અને મેં પોલીસને તમામ નામો આપ્યાં હતાં. એ પૈકી રૈયાધાર વિસ્તારમાંથી સુધા ધામેલિયાની પોલીસે ધરપકડ કરી હતી. જોકે આ બાદમાં પણ સુધાને ત્યાં ડ્રગનું વેચાણ ફરી શરૂ થયું છે.

દિવ્ય ભાસ્કર: પોલીસ સમક્ષ ડ્રગ-માફિયાના નામ આપ્યા છે ?
મહિલા: સુધા ધામેલિયા સહિત 4થી 5 ડ્રગ-માફિયાનાં નામ આપવામાં આવ્યા છે જેમાં સુધા ધામેલીયાની પોલીસે ધરપકડ કરી છે. સુધાએ ફરી ધંધો શરૂ કર્યો છે ઉપરાંત જલાલ, મયુર ખત્રી, કૌશિક રાણપરા ઉર્ફે રાજભા સહિતનાઓના નામ પોલીસ સમક્ષ આપવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર: તમારા દીકરાએ ચીઠીમાં શું લખ્યું છે ?
મહિલા: આજે મારો પુત્ર ચીઠી લખી નાસી ગયો છે, જેમાં લખ્યું છે કે તારાં સપનાં મેં પૂરાં નથી કર્યા , હું તારું નામ રોશન નથી કરી શક્યો માટે આજે હું ઘર છોડી જાવ છું.

દિવ્ય ભાસ્કર: શું ધમકી મળતી હતી?
મહિલા: જૂન મહિનામાં જયારે પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી આ સમયે ધમકીઓ મળતી હતી. જેમાં તમામ પેડલરો ફોન કરી ધમકી આપતા હતા કે જો પોલીસને મારું નામ આપીશ તો મારી નાખીશ.

ડ્રગ્સ-સપ્લાયર મહિલા પોલીસને જોઇને ભાગી
ઉલ્લેખનીય છે કે આજથી 4 મહિના પૂર્વે એમ.ડી.ડ્રગ્સ સપ્લાય કરવાના ગુનામાં ફરાર રૈયાધાર સ્લમ ક્વાટર્સમાં રહેતી સુધા સુનિલ ધામેલિયા (ઉં.વ.39)ની પોલીસે ફિલ્મી ઢબે ધરપકડ કરી હતી. જેમાં તેને પકડવા ગયેલી પોલીસની ખાનગી કાર ઓળખી જતાં જ ગુનેગાર મહિલા તેનું એક્ટિવા પુરપાટ ઝડપે હંકારી શેરી-ગલીમાં ભાગી ગઇ હતી, જોકે બે મહિલા કોન્સ્ટેબલે તેની કારમાંથી તાબડતોબ ઉતરી એ જ વિસ્તારના એક એક્ટિવા ચાલકને રોકીને તેનું એક્ટિવા લઇ ફિલ્મી ઢબે તેનો પીછો કર્યો હતો અને અંતે મહિલા બંધ શેરીમાં પહોંચી હતી અને ત્યાંથી ભાગવું તેના માટે મુશ્કેલ બનતા તે ઉભી રહી ગઇ હતી તે સાથે જ તેને ઝડપી લીધી હતી.

ડ્રગ્સ-સપ્લાયર સુધા ધામેલિયા મહિલા પોલીસને જોઈને ભાગી - ફાઈલ તસ્વીર
ડ્રગ્સ-સપ્લાયર સુધા ધામેલિયા મહિલા પોલીસને જોઈને ભાગી - ફાઈલ તસ્વીર

ડ્રગ-માફિયાઓની પોલીસ સાથે મિલીભગત
આ મુદ્દે મહિલાએ જણાવ્યું હતું કે, મારો પુત્ર નશાનાં રવાડે ચડી પોતાનું જીવન બરબાદ કરતો હોવાથી તેની સમગ્ર મામલે પોતે પોલીસ કમિશ્નરને રજૂઆત કરવાનો પ્રયાસ કર્યો હતો બાદમાં તેમને રાજકોટ DCP ઝોન 2 મનોહરસિંહ જાડેજા ને જૂન મહિનામાં મળી રજુઆત કરી હતી. આજે અચાનક સવારે તેમનો પુત્ર ચિઠ્ઠી લખી ઘર છોડી નાસી ગયો હતો. જેથી પોલીસ કાર્યવાહી ન કરતા મહિલાએ મીડીયનો સંપર્ક કર્યો હતો. અને મીડિયા સમક્ષ ડ્રગ માફિયાઓની પોલીસ સાથે મીલીભગત હોવાથી કાર્યવાહી ન થતો હોવાનો આક્ષેપ કર્યો હતો આ સમયે રાજકોટ SOG પોલીસ ટીમ પહોંચી હતી અને તુરંત મહિલાને ત્યાંથી લઇ જઈ નિવેદન લેવા તજવીજ હાથ ધરી છે.

અગાઉ પોલીસને રજૂઆત કરી હતી
મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે, મારો આજે પુત્ર ચિઠ્ઠી લખી નાસી ગયો છે. એ ક્યાં છે તેની મને ખબર નથી પરંતુ અગાઉ જે સમયે પોલીસને રજુઆત કરી હતી ત્યારે મને અને મારા પુત્રને મારી નાખવાની ધમકીઓ પણ મળી હતી. આજે સવારે પુત્ર ચિઠ્ઠી લખી નાસી ગયો છે જેમાં લખ્યું છે કે, તારા સપના મેં પુરા નથી કર્યા, હું તારું નામ રોશન નથી કરી શક્યો માટે આજે હું ઘર છોડી જાવ છું.

તે 2500થી 3000 રૂપિયામાં એમડી ડ્રગ્સ ખરીદતો હતો
આ સાથે તેમને એ પણ જણાવ્યું હતું કે મારો દીકરો જાણીતા ક્રિકેટરો સાથે પણ મેચ રમી ચૂક્યો છે. છેલ્લા કેટલાક સમયથી તે 2500થી 3000 રૂપિયામાં એમડી ડ્રગ્સ ખરીદતો હતો. આ અંગે પોલીસને રજૂઆત બાદ કોઈ પગલાં તો લેવાયા નથી. પણ આ ડ્રગ્સ માફિયાઓને જાણે પોલીસનો કોઈ ડર ન હોય તેમ મને ધમકી આપી રહ્યાં છે. જેને લઈને ડ્રગ્સ માફિયાઓને પોલીસ સાથે જ સાંઠગાંઠ હોવાનો ગંભીર આક્ષેપ કરતા તેમણે કહ્યું હતું કે, મારા પુત્રના કહેવા મુજબ પોલીસની ગાડી લઈ માફિયા ડ્રગ્સની હેરાફેરી કરી રહ્યાં છે. આ ડ્રગ્સ રેકેટમાં ઉપરથી નીચે સુધી તમામ અધિકારીઓ સંડોવાયેલા છે.

અન્ય સમાચારો પણ છે...