તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘરેલુ હિંસા:‘મારો દીકરો મારા હાથનું જ જમે છે, તને પોષાય તો રહે નહીંતર પિયર જતી રહે’

રાજકોટ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • લગ્નજીવનમાં આવા સામાન્ય કારણોથી પડી રહી છે તિરાડો
 • પરિણીતાએ પતિ, સાસુ-સસરા, દાદાજી સસરા, દાદીજી સાસુ સામે નોંધાવી ફરિયાદ

સાસરિયાઓના ત્રાસની વધુ એક ફરિયાદ હાલ માવતરે બે વર્ષથી રહેતી વૈશાલીએ નવા થોરાળના ન્યૂ સર્વોદય સોસાયટી-3માં રહેતા પતિ ભરત, સસરા મનસુખભાઇ ખીમસૂરિયા, સાસુ મનીષાબેન, ગઢકા ગામે રહેતા દાદાજી સસરા રામજીભાઇ દેવજીભાઇ, દાદીજી સાસુ કંકુબેન સામે નોંધાવી છે.

ફરિયાદ મુજબ, ભરત સાથે તેના લગ્ન ચાર વર્ષ પહેલા થયા હતા. લગ્નના આઠ મહિના બાદ જ પતિએ રસોઇ બાબતે ઝઘડો કરી તારા હાથની રસોઇ ભાવતી નથી, તું મને ગમતી નથી તું છૂટાછેડા આપી દે તેમ કહેતા હતા. આ મુદ્દે સાસુને વાત કરતા મારો દીકરો પહેલેથી જ મારા હાથનું જ જમે છે, તને પોષાય તો રહે નહીંતર પિયર જતી રહે તેમ કહી માથાકૂટ કરતા હતા. પતિના ત્રાસની વાત સસરાને કરતા તેઓ પણ કહેતા તમારા લગ્ન માટે અમે ઉધાર પૈસા આપ્યા છે.

તો તારા પિયરિયાને કહે તે પૈસા પાછા આપે. જે અંગે મારા માતા-પિતાને વાત કરતા વેવાઇના પૈસા ચૂકવવા માટે મકાન વેચીને પૈસા આપી દીધા હોવાનું કહ્યું હતું. દાદાજી સસરા, દાદીજી સાસુ પણ તમારી જીભ ખરાબ છે તેને કારણે દુ:ખી થાવ છો તેમ કહી મેણાંટોણાં મારી ત્રાસ આપતા હતા.

આ સમયે સસરાએ કહ્યું કે, તમે જે ઘરેણાં પહેર્યા છે તે ઉતારીને જજો, જેથી મેં તે ઘરેણાં ઉતારી દીધા હતા. પતિ પણ હાજર હોય તેને મારા પિતાને ગાળો ભાંડતા હું બે જોડ કપડાં સાથે પિતાને લઇ ત્યાંથી નીકળી ગઇ હતી. દરમિયાન પોતાને બીવડાવવા માટે સાસરિયાઓએ મારા પરિવાર વિરુદ્ધ અરજી કરી હતી. સમાધાન માટે પણ અનેક પ્રયાસો કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો