તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગુજરાતમાં 6 મ્યુનિ. કોર્પોરેશન સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે ફરી એકવાર કડવા-લેઉઆ પાટીદારનો વિખવાદ સર્જાયો છે. લેઉવા પટેલ સમાજના અગ્રણી અને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે ઊંઝામાં ઉમિયાધામ જઈને લેઉવા અને કડવા પાટીદારને એક કરવાની વાત કરી હતી. હવે આ અંગે વીંછિયાના કડવા પાટીદાર અગ્રણી પોપટ ફતેપરાએ આકરો પ્રત્યાઘાત આપતા સવાલ ખડો થયો છે કે દર વખત ચૂંટણી આવે ત્યારે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલનું નામ કેમ સામે આવે છે. ફતેપરાએ તો ત્યાં સુધી કહ્યું હતું કે, વાસ્તવમાં નરેશ પટેલે પોતાના રાજકીય રોટલા શેકવા કડવા પાટીદારોનો ઉપયોગ કર્યો છે અને હવે રાજકારણમાં સફળ થવાના અભરખાં જાગ્યા છે માટે આવી વાતો કરી રહ્યા છે. આ નિવેદનના જવાબમાં હવે નરેશ પટેલે કહ્યું છે કે અમે તો બંને સમાજ એક થાય એ માટે કોશિશ કરી રહ્યા છીએ. એમાં અમારો કોઈ સ્વાર્થ નથી
2022માં ચૂંટણી માટે લાભ લેવા બણગા ફૂંક્યાનો ફતેપરાનો આક્ષેપ
ખોડલધામ ટ્રસ્ટના ચેરમેને ઊંઝામાં સરપંચથી સંસદ અને ક્લાર્કથી કલેક્ટર સુધી પાટીદારો હોવા જોઇએ તેવી પણ હાકલ કરી હતી. આ વાતને રાજકોટના વીંછિયાના કડવા પાટીદાર અગ્રણી પોપટ ફતેપરાએ માત્ર બનાવટ હોવાનું કહી નરેશ પટેલે કડવા પાટીદારોનો ઉપયોગ પોતાના રાજકીય રોટલા શેકવા માટે રાજ્યસભા અથવા 2022માં ચૂંટણી માટે લાભ લેવા બણગા ફૂંક્યાનો આક્ષેપ કર્યો છે. ત્યારે સમગ્ર મામલે DivyaBhaskarએ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ સાથે વાતચીત કરી હતી.
અમે તારીખ તો પહેલાં નક્કી જાહેર કરી હતી- નરેશ પટેલ
DivyaBhaskar સાથેની વાતચીતમાં નરેશ પટેલે જણાવ્યું હતું કે અમે બંને સમાજ એક થાય એ માટે કોશિશ કરી છે. એમાં મારો કોઈ સ્વાર્થ નથી. ચૂંટણી આવે ત્યારે મારું નામ આવે છે. અમે તારીખ તો પહેલાં નક્કી કરી લીધી હતી અને જાહેર કરી દીધી હતી, પણ ચૂંટણીની તારીખ તો પછી જાહેર થઈ. ચૂંટણી ટાણે મારું નામ સામે આવે છે, પણ અમે તો લોકોને એક કરવાનો પ્રયાસ કરીએ છીએ.
બે લોકસભા પટેલા કિરણ પટેલને હરાવવા નરેશ પટેલે મહેનત કરી હતીપોપટ ફતેપરાએ કહ્યું હતું કે બે લોકસભા પહેલાં કિરણ પટેલને ટિકિટ મળી ત્યારે તેને હરાવવા માટે નરેશ પટેલે પ્રયત્નો કર્યા હતા અને ફાર્મહાઉસમાં બેઠકો કરી હતી. સમાધાનને નામે માત્ર ડીંડક જ કર્યા છે અને હવે બે ચૂંટણીની તક તેમણે જોઈ છે. રાજ્યસભાની સીટ ખાલી થઈ છે તેમજ 2022માં વિધાનસભા આવે છે. આ બંનેમાંથી કોઇ એક સીટ મળી જાય તેવા અભરખા જાગ્યા છે, આ માટે જ આવા બણગા ફૂંકી રહ્યા છે. લેઉવા પાટીદારોના અગ્રણીઓ પછી તે કેશુબાપા હોય કે વલ્લભ કથીરિયા, બધાને ઉમિયાધામ સહિતનાં સંગઠનોમાં મુખ્ય મહેમાન બનાવ્યા છે.
ફતેપરાએ આ મુદ્દા ઉઠાવ્યા
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.