ચિંતા:મારા પતિને સતત એવી બીક લાગે છે કે તેનું હૃદય બંધ પડી જશે, લોકડાઉનમાં પાંચવાર કાર્ડિયોગ્રામ કરાવ્યો

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર. - Divya Bhaskar
ફાઈલ તસવીર.
  • મનોવિજ્ઞાન ભવનમાં પતિ-પત્નીઓએ પોતાની વ્યથા ઠાલવી, બાળકો વિશેની મૂંઝવણ વ્યક્ત કરી

મનોવિજ્ઞાન ભવનમાં શરૂ થયેલી હેલ્પલાઇનમાં પતિ-પત્ની પોતાની વ્યથા ઠાલવી રહ્યા છે. આ સિવાય બાળકોના પ્રશ્ન પણ રજૂ થાય છે. એક પતિએ ફોન કરીને જણાવ્યું હતું કે, મારી પત્નીને દર મહિને નવા કપડાં લેવાનો શોખ છે. મહિને એકાદ બે જોડી કપડાં ખરીદે છે. આર્થિક મંદીને કારણે નવી ખરીદી કરી નથી તો બેચેન અને નિરાશ રહે છે. જ્યારે બીજા કેસમાં પત્નીએ ફોન કરીને પોતાની વ્યથા ઠાલવી હતી કે, મારા ઘરવાળા અડધી રાત્રે જાગીને હાથ પગ ધોવે છે. સતત ચિંતામાં રહે છે. રાત્રી કર્ફ્યૂથી ધંધામાં નુકસાની આવે છે તેથી આવું કર્યા કરે છે.

લોકોએ જણાવી તેમની તકલીફો

  • મારા પતિને સતત એવી બીક લાગે છે કે તેનું હૃદય બંધ પડી જશે. લોકડાઉનમાં પાંચવાર કાર્ડિયોગ્રામ કરાવ્યો. ડોક્ટરે કહ્યું હાર્ટની બીમારી નથી, તો આવું કેમ?
  • સ્કૂલ ખૂલશે એ જાણીને ખૂબ ખુશ હતા. અચાનક રાત્રી કર્ફ્યૂ એ તો મારા બાળકોને પરેશાન કરી દીધા છે.
  • શિયાળામાં મને શરૂઆતમાં શરદી, ઉદરસ થાય છે. આ વખતે પણ થયા તો મારી મમ્મી મને સતત ખીજાયા કરે છે. ટેસ્ટ કરાવ્યો છે નેગેટિવ આવ્યો, પણ તેઓ માનતા જ નથી.
  • મેડમ મને થોડી થોડી ઉધરસ છે અને મારે આઉટ ઓફ ટાઉન જવાનું થયું છે. પરિવારના લોકો માનતા જ નથી તેઓ કહે છે કે ત્યાં કોરોના બહુ છે નથી જવું બસ એવી જીદ પકડીને બેઠા છે.

ડો.યોગેશ જોગસણે લોકોની મૂંઝવણનું આપેલું સમાધાન
શોપિંગ મેનિયા : વ્યક્તિને માનસિક સધિયારો આપી શાંત કરવા, ટી.વી.ની ખબર સતત ચાલુ ન રાખવી, જેને શોંપિગ મેનિયા હોય તેને કોઈને કોઈ કાર્યમાં વ્યસ્ત રાખવા અને ઘરનું વાતાવરણ હળવું રાખવું જોઈએ.

​​​​કોરોનાનો ભય દૂર કરવા: આ માન્યતાને મનોવિજ્ઞાનમાં ડીલ્યૂઝન ડિસઓર્ડર કહેવામાં આવે છે. માનસિક રીતે લોકો સ્વીકારી લે છે કે કોરોના છે પણ શરીરમાં તેનો કોઈ પુરાવો મળે નહીં તો રિપોર્ટ નેગેટિવ જ આવે. જ્યાં સુધી કોઈના સંપર્કમાં નહીં આવો ત્યાં સુધી કોરોનાની ખોટી ચિંતા કરવી જ નહીં.

બાળકમાં થતી લઘુશંકા: ઘણીવાર માતા કે પિતા બંનેમાંથી કોઈ એકનો વધુ પડતો કડક સ્વભાવ હોય અને તેમાં કોરોનાના ભયને કારણે તેનામાં અસલામતી આવતી હોય છે. માતાપિતા બંને પ્રેમપૂર્વક વ્યવહાર કરશો તો બાળકનો અજ્ઞાત ભય દૂર થશે.

અન્ય સમાચારો પણ છે...