અત્યાચાર:પરસ્ત્રી સાથેના આડાસંબંધથી મારા પતિ મારી સાથે ‘સંબંધ’ રાખતા નથી

રાજકોટ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોરબી સ્થિત પતિ, સાસરિયાઓ સામે પરિણીતાની ફરિયાદ

શહેરની મનહર સોસાયટી-4માં છેલ્લા છ મહિનાથી માવતરે રહેતી આફરિનબાનુ નામની પરિણીતાએ મોરબી રહેતા પતિ નઝીર પરમાર, સસરા યુનુસભાઇ ઇશાભાઇ પરમાર, સાસુ કુલસુમબેન, નણંદ રોઝીના મકુલભાઇ ભટ્ટી, કાકીજી સાસુ રૂબિનાબેન અલ્તાફભાઇ પરમાર સામે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

લગ્નના બે મહિના બાદ જ પતિ તેમજ સાસરિયાઓ યેનકેન પ્રકારે ઝઘડા કરતા હતા. એટલું જ નહિ પતિ મોડી રાતે ઘરે આવે ત્યારે પોતાની સાથે વાત ન કરે અને પોતાની સાથે સંબંધ પણ રાખતા નહિ. ત્યારે આ મુદ્દે સાસુ-સસરાને વાત કરતા નઝીરને અન્ય મહિલા સાથે સંબંધ છે એટલે વાત કરતો નથી તેમ કહ્યું હતું.

બાદમાં પિયરમાં આ બાબતે વાત કરતા પિયરિયાઓએ સાસરે આવી સમાધાન કરાવ્યું હતું. લગ્નજીવન ટકાવવા પતિ તેમજ સાસરિયાઓનો ત્રાસ સહન કર્યો હતો. ત્યાર બાદ ઈદ કરવા પિયર ગઇ હતી. બાદમાં પોતાને તેડી જવા ફોન કરતા પતિએ મારે તું જોતી નથી, તું મને નથી ગમતી એવું કહી ફોન કટ કરી નાખ્યો હતો. પતિ લાંબો સમય પછી પણ તેડવા નહિ આવતા વડીલો દ્વારા સમાધાનના પ્રયાસ કર્યા હતા, પરંતુ પતિ અને સાસરિયાઓ છૂટાછેડાની વાત કરતા અંતે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...