કોરોના વોરિયર્સ / રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં મુસ્લિમ મલ્ટિર્પપઝ હેલ્થ વર્કરે રોઝા વચ્ચે 56 દિવસ સુધી ફરજ બજાવી

X

  • મે રોઝા જંગલેશ્વર વિસ્તારમાં ફરજ દરમિયાન પુરા કર્યાં, લોકોને કોરોનાના કહેરથી બચાવવા એ અલ્લાહનીઈબાદતથી કમ નથીઃ જાવેદભાઈ પઠાણ

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 05:41 PM IST

રાજકોટ. ગુજરાતમાં કોરોના વાઈરસનો સૌથી પહેલો કેસ 18 માર્ચે રાજકોટમાં નોંધાયો, ત્યારથી લઈને 22 મે સુધી સતત 56 દિવસ સુધી જાવેદભાઈએ રાજકોટના હોટસ્પોટ ગણાતા જંગલેશ્વર વિસ્તારમાં કાર્યરત રહી ખડે પગે ફરજ બજાવી હતી. એટલું જ નહી હાલમાં ચાલી રહેલા પરંતુ રમઝાન માસના પ્રત્યેક દિવસે રોજા રાખીને અલ્લાહની ઈબાદત સાથે માનવ માત્રની સેવાનું પુણ્ય કાર્ય પણ કર્યું છે.
જાવેદભાઈએ ઘરે-ઘરે જઇને માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ કરવાની લોકજાગૃતિ ફેલાવી
જસદણ તાલુકાના વડોદના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આંબરડી સબ સેન્ટરમાં ફરજ બજવતાં જાવેદભાઈને રાજકોટના જંગલેશ્વર વિસ્તારના રહેવાસીઓના આરોગ્યના સર્વે કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. સાથોસાથ તેમના સાથી હેલ્થ વર્કરોનું સંચાલન પણ તેમને સોંપવામાં આવ્યુ હતું. જ્યાં તેઓ પોતાની ટીમ સાથે ઘરે ઘરે જઈને દરેક નાગરિકોને રોગથી બચવા ઘરથી કારણ વગર બહાર ન નીકળવા માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ કરવા વગેરે જેવી મહત્વની લોકજાગૃતિ બાબતોની માહિતી આપી હતી અને પ્રત્યેક વ્યક્તિને આરોગ્યની તપાસ કરવા માટે પણ સમજાવતા હતા. પ્રારંભમાં તેમને ખૂબ જ તકલીફ પડતી હતી. 
જાવેદભાઈ કહે છે કે, ઘણીવાર અમારે ઘણુ જ ખરૂ ખોટું સાંભળવું પડતુ હતું, છતાં અમે તેમને ટેસ્ટ કરાવવા માટે સમજાવતા 
પોતાના અનુભવ વર્ણવતા જાવેદભાઈ કહે છે કે, 'પહેલાં લોકો અમારી વાત માનતા નહીં, તેમને સમજાવવા જતા ઘણીવાર અમારે ઘણુ જ ખરૂ ખોટું સાંભળવું પડતુ હતું, છતાં અમે તેમને ટેસ્ટ કરાવવા માટે સમજાવતા. ઘણા પોઝિટિવ દર્દીઓ જંગલેશ્વર વિસ્તારમાં અમને આમ જ મળ્યા. ટેસ્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર માટે સિવિલમાં દાખલ કરવામાં આવતા અને જ્યારે તંદુરસ્ત થઈને તેઓ પાછા આવે ત્યારે તેઓ ખુશ થઈને અમારો દિલથી આભાર માનતા, અમને આશિર્વાદ આપતા, આરોગ્ય કર્મીની સાથે એક માનવ તરીકે અમારૂં એક માત્ર જ ધ્યેય છે કે અમે વધુ થી વધુ આ વૈશ્વિક મહામારીથી મુક્ત રાખીએ.'
મલ્ટિર્પપઝ હેલ્થ વર્કરોએ સ્વખર્ચે જંગલેશ્વર વિસ્તારના જરૂરિયાતમંદ લોકોને જીવન આવશ્યક ચીજોની રાશન કીટો આપી
આ 56 દિવસના કાર્ય દરમિયાન આ મલ્ટિર્પપઝ હેલ્થ વર્કરોએ સ્વખર્ચે ભંડોળ એકત્ર કરીને જંગલેશ્વર વિસ્તારના જરૂરિયાતમંદ અને ગરીબ રહેવાસીઓને જીવન આવશ્યક ચીજોની રાશન કીટ પણ આપી હતી. સાથો-સાથ દરેક રહેવાસીઓને રોગની ગંભીરતાથી માહિતગાર કરીને ઘરે રહેવા અનુરોધ કર્યો હતો. સમય જતાં જંગલેશ્વરના રહેવાસીઓનો પણ તેમને સહયોગ સાંપડ્યો હતો.
જંગલેશ્વરમાં ફરજને લઇને શરૂઆતમાં પરિવાર ખચડાટ અનુભવ્યો, આજે પરિવાર તેમના આ કાર્યથી ગર્વ અનુભવે છે
રાજકોટમાં જંગલેશ્વરનું નામ પડતાં જ સામાન્ય રીતે લોકો કોરોનાનો ભય અનુભવતા હોય છે. આવા સમયે જાવેદભાઈએ તેમની ડ્યુટી જંગલેશ્વરમાં આવી હોવાનું જણાવ્યું ત્યારે પ્રથમ તો તેમના પરિવારજનોએ ખચકાટ અનુભવ્યો હતો, પરંતુ જાવેદભાઈ પરિવારને આશ્વસ્ત કરીને પોતાનું કર્મ નિભાવતા હતા. આજે તેમનો પરિવાર પણ તેમના આ કાર્યથી ખૂબ જ ગર્વ અનુભવે છે. જાવેદભાઈએ રમઝાન માસના રોજા થકી અલ્લાહની ઈબાદતમાં દર્દીઓ સાજા થાય તેવી દુઆઓ કરીને એક નેક અને પાક બંદા તરીકેની પણ નૈતિક ફરજ બજાવી છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી