ભાસ્કર વિશેષ:સંગીત-વાંસળીવાદન ક્યારેય અટકશે નહિ, આ એક એવી કલા છે જે ભણવાની નથી સાંભળવાની છે: પંડિત ચોરસિયા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પૈસા કમાવવા હોય તો અન્ય કોઈ વ્યવસાયમાં જોડાય જાવ, પરંતુ સંગીત તો સાધના-પ્રાર્થના છે

સંગીત-વાસંળીવાદન એ ક્યારેય અટકશે નહિ. તે નિરંતર ચાલશે. આ એક એવી કલા છે કે જે ભણવાની નથી તેને સાંભળવાની છે. જ્યારે પણ કોઇ માતા-પિતા ગાઇ છે તો તેના બાળકો તેની પાસેથી શીખે છે. સમય જતા તે ખુદ ગાવા લાગશે. તે મોટું થશે તો પણ તેને યાદ રહેશે કે આ ગીત-સંગીત તેને તેના માતા- પિતા પાસેથી સાંભળ્યું છે. આ એક એવી કલા છે કે જે ભણવાની નથી પણ સાંભળવાની છે. જેમ દરેક માતા-પિતા માટે તેના તમામ સંતાનો શ્રેષ્ઠ છે તેવી જ રીતે સંગીતમાં પણ દરેક રાગ સર્વશ્રેષ્ઠ છે.

સમય જતા સંગીતમાં ફેરફાર આવતા હોય છે. જેમ શિયાળા પછી ઉનાળો આવે તેમ. જો તમારે પૈસા કમાવવા હોય તો એન્જિનિયરિંગ કે અન્ય કોઈ વ્યવસાયમાં જોડાય જાવ. પરંતુ સંગીત એ તો સાધના-પ્રાર્થના છે. કલાકારે કેવા ભાવથી ભક્તિ કરી છે, કેવી ભાવનાથી શિખ્યા છો તેના પર આધાર રહે છે.

સંગીત એ તો સાધના-પ્રાર્થના છે
આજના સમયમાં યુવા પેઢી ખૂબ જ સારી રીતે વાંસળી વગાડે છે. તેમજ અત્યારની પેઢીને વાંસળીવાદન કે સંગીત ક્ષેત્રમાં આગળ વધતા જોઉં છું ત્યારે આનંદ થાય છે. જો તમારે પૈસા કમાવવા હોય તો અન્ય કોઇ ક્ષેત્રમાં તમે જોડાય જાવ. જ્યારે સંગીત એ તો પ્રાર્થના છે, સાધના છે, તેમ પદ્મવિભૂષણ પંડિત હરિપ્રસાદ ચોરસિયાએ જણાવ્યું હતું.

વાંસળી તો સાધારણ છે કોઇ પણ ખરીદી શકે છે અને આનંદ માણી શકે
વાંસળીમાં તો હાલમાં અનેક પ્રકારની મળે છે. આમ જોવા જઈએ તો વાંસળી એ સાધારણ છે તે કોઈ પણ ખરીદી શકે છે અને વગાડી શકે છે. તેનો આનંદ માણી શકે છે. મેં જ્યારે વાંસળી વગાડવાની શરૂઆત કરી હતી ત્યારે વાંસળી આટલી સરળતાથી મળતી નહોતી. અત્યારે આ ક્ષેત્રમાં દેશ- વિદેશના કલાકારો જોડાઈ રહ્યા છે.

વ્યક્તિની આવડત જ તેની ઓળખાણ છે
પદ્મવિભૂષણ પંડિતજી ગુરુકુળ પદ્ધતિથી તાલીમ આપે છે. તેના ગુરુકુળમાં સંગીતની સાધના થાય છે. આ ગુરુકુળમાં પ્રવેશ માટે લાયકાતની શું જરૂર છે તેવા પ્રશ્નના જવાબમાં તેને જણાવ્યું હતું કે, પ્રવેશ માટે કોઈ લાયકાતની જરૂર નથી. તેવી જ રીતે દરેક વ્યક્તિની આવડત જ તેની ઓળખાણ છે તેને કોઈ સર્ટિફિકેટ આપવાની જરૂર રહેતી નથી.

અન્ય સમાચારો પણ છે...