ક્રાઇમ:વિછિયામાં 'તારે જેને બોલાવવા હોય તેને બોલાવી લે' કહી છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા, 3 આરોપી ઝડપાયા

રાજકોટ4 મહિનો પહેલા
મૃતકની ફાઈલ તસ્વીર
  • યુવકને લોહી લુહાણ હાલતમાં વિંછીયા સરકારી દવાખાને 108માં ખસેડયો હતો

રાજકોટ જિલ્લાના વિંછીયામાં કોળી યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવતા ભારે ચકચાર મચી ગઇ છે. મૃતક યુવાન આઇસર લઇને જઇ રહ્યો હતો ત્યારે આઇસર વીજ પોલ સાથે અથડાતા થાંભલા નજીક આવેલા મેડીકલના સંચાલકે માથાકુટ કર્યા બાદ છરી અને પાઇપ વડે હુમલો કરી ગુનાને અંજામ આપ્યો હતો આ અંગે વિંછીયા પોલીસ મથકે 3 આરોપી સામે હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે.

આઇસર સવાર સાથે માથાકુટ કરવા લાગ્યા હતા
બનાવની પ્રાપ્ત વિગત મુજબ વિંછીયાના ગુંદાળા ગામે રહેતો પ્રકાશ બુધ્ધાભાઇ કટેશીયા અને મહેશ વિનુભાઇ રોજાસરા કે જેઓ બંને આઇસરનું ડ્રાઇવીંગ કરે છે. ગઇકાલે આ બંને આઇસરમાં ઘઉં ભરી વિંછીયાની સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાવાળી શેરીમાં ખાલી કરવા જતા હતા ત્યારે રાત્રે 12 વાગ્યા આસપાસ આઇસર મારૂતિ મેડીકલ પાસે વીજ પોલ સાથે અથડાતા થાંભલો પડી ગયો હતો. જેથી મારૂતિ મેડીકલવાળા રાજુભાઇ તુલસીદાસ નિમ્બાર્ક દોડીને બહાર આવ્યા હતા અને આઇસર સવાર મહેશભાઇ અને પ્રકાશ સાથે માથાકુટ કરવા લાગ્યા હતા.

ફાઈલ તસ્વીર
ફાઈલ તસ્વીર

અન્ય યુવકો મોટર સાયકલમાં આવ્યા
આ દરમિયાન રાજુભાઇએ પ્રકાશને કહ્યું હતું કે ‘તારે જેને બોલાવવા હોય તેને બોલાવી લે, હું થોડીવારમાં પાછો આવું છું. એમ કહી રાજુ ત્યાંથી જતો રહ્યો હતો. બાદમાં જેથી મહેશભાઇએ જેનુ આઇસર છે તેવા તેમના મોટા બાપુજીના દિકરા રાકેશ રોજાસરાને ફોન પર બનાવની જાણ કરી હતી અને પ્રકાશ તથા મહેશ બંને મોટર સાયકલમાં વિંછીયાની સત્યજીત સોસાયટીમાં રાજુભાઇના ઘરે તેમને સમજાવવા પહોંચ્યા હતા જયાં રાજુભાઇ સાથે તેનો દિકરો જયદીપ રાજુ નિમ્બાર્ક પણ હાજર હતો અને વિજય મનુભાઇ નિમ્બાર્ક પણ ત્યાં હતા.

પેટના ભાગે છરીના ઘા ઝીંકયા હતા
મહેશ અને પ્રકાશ રાજુભાઇને સમજાવી રહ્યા હતા ત્યાં જ જયદીપ લોખંડનો પાઇપ લઇ ઘરની બહાર નીકળ્યો અને મહેશ તથા પ્રકાશને બેફામ માર મારવા લાગ્યો હતો. બાદમાં રાજુભાઇના ભાઇનો દિકરો વિજય ઘરમાંથી બહાર નીકળ્યો અને પ્રકાશને પકડી રાખ્યો હતો અને રાજુભાઇએ છરી કાઢી પ્રકાશના પેટના ભાગે છરીના ઘા ઝીંકયા હતા જેથી મહેશભાઇને રાડારાડી કરી મુકતા ત્રણેય આરોપી નાસી છુટયા હતા બાદમાં મહેશનો પિતરાઇ ભાઇ રાકેશ રોજાસરા ત્યાં આવી પહોંચ્યો હતો અને લોહી લુહાણ હાલતમાં પ્રકાશને વિંછીયા સરકારી દવાખાને 108માં ખસેડયો હતો.

ફાઈલ તસ્વીર
ફાઈલ તસ્વીર

પોલીસે આરોપીઓને ઝડપી લીધા
વિંછીયા હોસ્પિટલે હાજર તબીબે પ્રકાશને તપાસી મૃત જાહેર કર્યો હતો. બનાવના પગલે વિંછીયા પીએસઆઇ ચાવડા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડયો હતો. બનાવની જાણ મૃતકના ભાઇ સુનિલ બુધ્ધાભાઇ કટેશીયાને થતા તેઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને આરોપી રાજુ તેનો દિકરો જયદિપ અને તેના ભાઇના દિકરા વિજય સામે ફરીયાદ નોંધાવતા વિંછીયા પોલીસે IPCની કલમ 302, 323, 504, 114, જીપી એકટ 37(1), 135 મુજબ ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપી લીધા છે. મૃતક પ્રકાશ બે ભાઇમાં નાનો અને કુવારો હતો. પ્રકાશ ડ્રાઇવર કમ કિલીન્ડર તરીકે રાકેશભાઇનું આઇસર ચલાવતો, આશાસ્પદ યુવાનના મોતથી કોળી પરિવામાં કલ્પાંત છવાયો છે.

અન્ય સમાચારો પણ છે...