ક્રાઇમ:રાજકોટમાં ભરબજારે ખેલાયો ખૂની ખેલ, કાકા-ભત્રીજાએ છરીના ઘા ઝીંકી યુવકની હત્યા નિપજાવી, હત્યાનું કારણ અકબંધ, ફરિયાદ દાખલ

રાજકોટ2 મહિનો પહેલા
મૃતકની ફાઈલ તસવીર
  • મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી CCTVના માધ્યમથી હત્યારાઓને પકડવા પોલીસે તજવીજ હાથ ધરી

રાજકોટ શહેરના ગીચ વિસ્તાર સમા જંકશન પ્લોટ વિસ્તારમાં ભર બજારમાં સરાજાહેર હત્યાની ઘટના સામે આવી છે. સાંજના 5.30 વાગ્યા આસપાસ જંકશન પ્લોટ વિસ્તારમાં આવેલ વાહે ગુરુ કી સેન્ટરમાં આવી કૌટુંબિક કાકા-ભત્રીજાએ છરી અને બેલાના ઘા ઝીકી તેના જ કૌટુંબિક યુવકની હત્યા નિપજાવી છે. હાલ પોલીસે હત્યારા બંને સબંધીઓને પકડી પાડવા તપાસ હાથ ધરી છે.

તરજીતસિંગ ( ડાબી તરફ) અને ફરજસિંગ (જમણી તરફ)ની ફાઈલ તસવીર
તરજીતસિંગ ( ડાબી તરફ) અને ફરજસિંગ (જમણી તરફ)ની ફાઈલ તસવીર
જંકશન પ્લોટ બજારમાં આવેલ ગુરુનાનક કોમ્પ્લેક્ષમાં વાહે ગુરુ કી સેન્ટર નામની દુકાનમાં ખૂની ખેલ ખેલાયો
જંકશન પ્લોટ બજારમાં આવેલ ગુરુનાનક કોમ્પ્લેક્ષમાં વાહે ગુરુ કી સેન્ટર નામની દુકાનમાં ખૂની ખેલ ખેલાયો

સત્યસિંગ પર હુમલો કરી હત્યા નિપજાવી
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરના જંકશન પ્લોટ વિસ્તારમાં સરાજાહેર હત્યાની ઘટના સામે આવી છે. શહેરના જંકશન પ્લોટ બજારમાં આવેલ ગુરુનાનક કોમ્પ્લેક્ષમાં વાહે ગુરુ કી સેન્ટર નામની દુકાનમાં ફરજસિંગ શ્યામસીંગ રાજુની અને તરજીતસિંગ હરવિન્દસિંગ રાજુની નામના બે આરોપીઓએ દુકાનમાં ઘુસી અંદર બેઠેલા તેના જ કૌટુંબિક સગા સત્યસિંગ રઘુનાથસીંગ રાજુની (ઉ.વ.35) પર છરીના ઘા તેમ બેલા વડે હુમલો કરી હત્યા નિપજાવી છે. ઉલ્લેખનીય છે કે હુમલો કરનાર આરોપીઓ કાકા ભત્રીજા છે. મૃતકને સંતાનમાં એક પુત્ર છે. 5 ભાઈઓમાં ત્રીજા સત્યસિંગ પર ક્રૂર હુમલો થતા ચકચાર મચી જવા પમાયો છે.

આરોપીઓએ દુકાનમાં ઘુસી છરીના ઘા અને બેલા વડે હુમલો કરી હત્યા નિપજાવી
આરોપીઓએ દુકાનમાં ઘુસી છરીના ઘા અને બેલા વડે હુમલો કરી હત્યા નિપજાવી

મોટરસાયકલ પર આવી હત્યા નિપજાવી
બનાવની જાણ થતા પ્રદ્યુમન નગર પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ અને SOG સહિતનો સ્ટાફ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકના કૌટુંબિક ભાઈઓએ જ કાળા કલરના મોટરસાયકલ પર આવી હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે. આ સાથે મૃતક અને બંને આરોપીઓ તમામ જામનગર રોડ પર આવેલ ઘંટેશ્વર 25 વારિયા ક્વાર્ટરમાં રહેતા હોવાનું સામે આવતા પોલીસ આરોપીઓને પકડવા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે.

પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો
પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો

CCTV ફૂટેજ તપાસી કાર્યવાહી શરૂ કરી
હાલ પોલીસે મૃતકના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હત્યારાઓને પકડી પાડવા તપાસ તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર બનાવમાં બે લોકો ની સંડોવણી છે કે અન્ય કોઈ તેની સાથે આવેલ હતા સહિતના મુદ્દે તપાસ કરવા પોલીસે CCTV ફૂટેજ તપાસી કાર્યવાહી શરૂ કરી છે.

મૃતકના સગા-વ્હાલા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા
મૃતકના સગા-વ્હાલા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા
મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી પોલીસે તજવીજ હાથ ધરી
મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી પોલીસે તજવીજ હાથ ધરી

વેપારી થોડા દિવસ પૂર્વે આરોપીઓને ઠપકો આપવા ગયો’તો
સત્યસિંઘની સરાજાહેર હત્યા તેના જ કૌટુંબિક ભાઇ ફરજસિંઘ અને તેના ભત્રીજા તરજીતસિંઘે કરી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, વેપારી સત્યસિંઘ અને તેના પિતરાઇ વચ્ચે છેડતીના મુદ્દે માથાકૂટ ચાલતી હતી અને મામલે અગાઉ પોલીસમાં અરજી પણ થઇ હતી, થોડા દિવસ પૂર્વે સત્યસિંઘ તેના પિતરાઇ ફરજસિંઘના ઘરે ધસી ગયો હતો અને ત્યાં જઇ ઠપકો પણ આપ્યો હતો, જે બાબતનો ખાર રાખી ફરજસિંઘ અને તરજીતસિંઘે છરીના ઘા ઝીંકી સરાજાહેર હત્યા કરી નાખી હતી.

બાળકીનો અપહરણકાર મળતો નથી, ફરિયાદો નોંધતા નથી, ચોકી નજીક હત્યા થઇ, પોલીસ ચોક્કસ કામમાં વ્યસ્ત
શહેરમાં કેટલાક સમયથી ગુનાખોરીએ માજા મૂકી છે, ચોક્કસ કામમાં વ્યસ્ત પોલીસ પોતાના પર માછલાં ધોવાય નહીં તે માટે ગુના બનતા હોવા છતાં ફરિયાદ નોંધતી નથી, ક્રાઇમરેટ ઘટાડવા શરૂ કરેલો આ ‘ખેલ’ શહેરીજનો સારી રીતે જાણવા લાગ્યા છે. શહેરમાં ત્રણ દિવસ પૂર્વે 8 વર્ષની બાળકીનું ધોળે દિવસે અપહરણ થયું હતું, રિક્ષાચાલકની જાગૃતતાથી બાળકી હેમખેમ મળી આવી હતી.

ત્રણ દિવસ વીતવા છતાં પોલીસ આરોપી સુધી પહોંચી શકી નથી. જંક્શન પોલીસ ચોકીને અડીને જ વેપારીની હત્યા કરવામાં આવી, ચોકી બાજુમાં હોવા છતાં હત્યારાઓને સહેજ પણ ખોફ નહોતો જે શહેર પોલીસની ગુનેગારો પરની કેટલી પકડ છે તે સાબિત કરે છે.