ક્રાઇમ:સોખડા ગામે યુવાન પર તેના મામાના દીકરાનો ખૂની હુમલો

રાજકોટ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ મજૂરીના પૈસા મુદ્દે હુમલો કર્યો’તો

રાજકોટ તાલુકાના સોખડા ગામે રહેતા ભાવેશ જીવણભાઇ બથવાર નામના યુવાન પર તેના મામાના દીકરા ધર્મેશ રમેશ પરમારે ખૂની હુમલો કરતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. સારવાર લઇ રહેલા રિક્ષાચાલક ભાવેશના જણાવ્યાં મુજબ, અઢી વર્ષ પહેલા મારા મકાનનું કામ ચાલતું હોય ધર્મેશ અહીં કામ કરવા આવતો હતો. ત્યારે મજૂરીના પૈસા મુદ્દે બંને વચ્ચે ઝઘડો થયો હતો. જોકે, પારિવારિક ઝઘડો હોવાને કારણે તે સમયે પોલીસમાં ફરિયાદ કરી ન હતી.

આ બનાવ બાદ તેના પરિવાર સાથે અમે બોલવા ચાલવાનું બંધ કરી દેતા ધર્મેશ અવારનવાર ઝઘડાઓ કરતો હતો. દરમિયાન બુધવારે રાતે સાડા અગિયાર વાગ્યાના અરસામાં પોતે ઘર નજીક હતો. ત્યારે ધર્મેશ પોતાની પાસે આવી તું કેમ મારી ચાડી કરે છે કહી ગાળો ભાંડી હતી. જેથી ગાળો બોલવાની ના પાડતા ધર્મેશ વધુ ઉશ્કેરાય ગયો હતો. અને તેને પેન્ટના નેફામાંથી છરી કાઢી બે ઘા ઝીંકી નાસી ગયો હતો. હુમલો કરી નાસી ગયેલા આરોપી ધર્મેશને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...