રાજકોટની રોનક વધારવા પ્રયાસ:જનભાગીદારીથી શહેરના મુખ્ય માર્ગો પર 15 સર્કલ ડેવલોપ થાય તે માટે મ્યુનિ.એ ટેન્ડર બહાર પાડ્યા

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ કોર્પોરેશનની ફાઈલ તસવીર. - Divya Bhaskar
રાજકોટ કોર્પોરેશનની ફાઈલ તસવીર.

રાજકોટ શહેરની રોનક વધારવા માટે જુદા જુદા પ્રોજેક્ટો હાથ ધરવામાં આવે છે. જેમાં શહેરના મુખ્ય માર્ગોનું ડેવલોપમેન્ટ અને આવા મુખ્ય માર્ગો પર આવેલ સર્કલોની સુંદરતામાં વધારો થાય તેવા હેતુથી જન ભાગીદારીથી વધુ 15 સર્કલો ડેવલોપ કરવાની ઓફર આપવા માટે કોર્પોરેશન દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. અગાઉ કટારીયા ચોક સર્કલ, મવડી સર્કલ, 150 ફૂટ રિંગ રોડ, મોરબી રોડ પર બેડી ચોક સર્કલ, પુનિતનગર 80 ફૂટ રોડ પરનું સર્કલ, ચુનારાવાડ ચોક મળી 5 સર્કલ શહેરની જુદી જુદી એજન્સીઓને સર્કલ ડેવલોપ માટે ફાળવણી કરવામાં આવી છે. તેમ મેયર ડો. પ્રદીપ ડવે જણાવ્યું હતું.

ઝોન મુજબ સર્કલની સંખ્યા અને ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ
વેસ્ટ ઝોનમાં વગડ ચોકડી, મવડી પાલ રોડ, જેટકો ચોકડી, મવડી કણકોટ રોડ, ગોવર્ધન ચોક, 150 ફૂટ રિંગ રોડ, પુનિતનગર સર્કલ, 150 ફૂટ રિંગ રોડ, પંચાયત ચોક, યુનિવર્સિટી રોડ, આકાશવાણી ચોક, યુનિવર્સિટી રોડ, વગેરે ટ્રાફિક સર્કલ જનભાગીદારીથી ડેવલોપ કરવા તથા 5 વર્ષ માટે જાળવણી સહિતના રાઈટ્સ મેળવવા ઇચ્છુક સંસ્થા, પેઢીઓએ પ્રતિ સર્કલ દીઠ વાર્ષિક પ્રીમિયમ આધારિત ઓફર 6 ઓગસ્ટ સુધીમાં મોકલી આપવાની રહેશે.

ઈસ્ટ અને વેસ્ટ ઝોનમાં સર્કલની સંખ્યા અને ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ
ઈસ્ટ ઝોનમાં નંદા હોલ સર્કલ, કોઠારીયા રોડ, આહિર સર્કલ, નહેરૂનગર 80 ફુટ રોડ, પટેલ ચોક સર્કલ, નહેરૂનગર 80 ફૂટ રોડ, પાંચ રસ્તા, સ્વાતી પાર્ક મે.રોડ, કોઠારીયા વિસ્તાર, આજીડેમ સર્કલ, ભાવનગર રોડ, જનભાગીદારીથી ડેવલોપ કરવા સંસ્થા, પેઢીઓએ પ્રતિ સર્કલ દીઠ વાર્ષિક પ્રીમિયમ આધારિત ઓફર 4 ઓગસ્ટ સુધીમાં આપવાની છે. સેન્ટ્રલ ઝોનમાં જલારામ ચોક, વાણીયા વાડી, ચૌધરી હાઈસ્કૂલ ચોક, બહુમાળી ભવન રોડ, સ્વામીનારાયણ ચોક, કૃષ્ણનગર મેઈન રોડ, માલવિયા ચોક, ડો.યાજ્ઞિક રોડ વગેરે સર્કલ ઓફર 5 ઓગસ્ટ સુધીમાં મોકલી આપવાની રહેશે.

પ્રીમિયમ સાથેના સર્કલો
- પ્રીમિયમ સાથે નવા ડેવલપ કરવાના થતા સર્કલ
-આઈલેન્ડ માટે પ્રથમ પાંચ વર્ષની મુદ્દત માટે ડેવલપ કરવા મંજૂરી આપવામાં આવશે. કોર્પો.ના લોગો ફરજિયાત
- મંજૂર થયેલ વાર્ષિક પ્રીમિયમની રકમમાં પ્રતિ વર્ષ પછીના વર્ષની પ્રીમિયમની રકમમાં તેના આગળના વર્ષ કરતા 10% વધુ લેખે મુજબની પ્રીમિયમની રકમ ભરપાઈ કરવાની રહેશે.
- પ્રથમ પાંચ વર્ષની મુદ્દત પૂર્ણ થયા બાદ સમજૂતીથી વધુ પાંચ વર્ષ માટે મંજુરી મેળવી મુદ્દત લંબાવી શકાશે.
- સંસ્થા, આઈલેન્ડની માલિકી મહાનગરપાલિકાની રહેશે. સંસ્થા દ્વારા શહેર વધુ સુંદર અને નયનરમ્ય બની રહે તે મુજબ અને રાષ્ટ્રીય પ્રવાહ સાથે અથવા સામાજીક ઉત્થાનને લગત થીમ હોય તે જરૂરી છે.
- જે તે એજન્સીએ ડેવલોપ માટે ત્રણ થીમ મહાનગરપાલિકાની ડીઝાઈન કમિટી સમક્ષ રજુ કરવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...