કામગીરી:ચૂંટણી પહેલાં ઝંડી-બેનરો દૂર કરી સફાઈ કરતી મનપા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોડ પર મંડપ નાખનારાઓ પાસેથી 7.82 લાખ વસૂલાયા

રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખાએ તા. 17થી 31-10 દરમિયાન શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર રેંકડી-કેબિન તેમજ શાકભાજી-ફળોની જપ્તી અને પશુઓને આપવામાં આવતા ઘાસચારા, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરી હતી.

દબાણ હટાવ શાખાના જણાવ્યા અનુસાર ફૂલછાબ ચોક, જ્યુબિલી ,પુષ્કરધામ મેઈન રોડ, નાનામવા ચોક, પરથી 14 રેંકડીઓ જપ્ત કરવામાં આવી હતી. જુદી જુદી અન્ય 32 પરચૂરણ ચીજવસ્તુ નાનામવા મેઇન રોડ, પુષ્કરધામ મેઇન રોડ પરથી જપ્ત કરવામાં આવી હતી.

40 કિલો શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તેને જપ્ત કરવામાં આવ્યા હતા, તેમજ 51780 રૂપિયા વહીવટી ચાર્જ તરીકે જીવરાજપાર્ક સાધુવાસવાણી રોડ, ગાયત્રીનગર મેઇન રોડ, જ્યુબિલી ચોક, હેમુ દસ્તુર માર્ગ, પેલેસ રોડ ભૂપેન્દ્ર રોડ, કરણસિંહજી રોડ, કેસરી પુલ પર દબાણ સબબ વસૂલ કરવામાં આવ્યો હતો.

જ્યારે મવડી, યુનિવર્સિટી રોડ, પેડક રોડ, કાલાવડ રોડ સહિતના વિસ્તારોમાં મંજૂરી વગર મંડપ નાખવા બદલ અલગ અલગ જગ્યાએથી 7.82 લાખ રૂપિયા મંડપ ચાર્જ તરીકે લેવાયા હતા. હાલ ચૂંટણીને થોડો જ સમય બાકી છે તે પહેલા જ શહેરના વિવિધ માર્ગ પરથી રાજકીય પક્ષોના 783 બોર્ડ બેનર અને ઝંડા પણ ઉતારી લેવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...