રાજકોટના સમાચાર:મનપાની તિજોરી છલકાઈ, આવાસના હપ્તા પેટે 9 માસમાં રૂ.199.61 કરોડની આવક

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

રાજકોટ મહાનગરપાલિકાના આવાસ યોજના વિભાગ દ્વારા આવાસના હપ્તાની વસૂલાત માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં 9 મહિનામાં આવાસ યોજના વિભાગ દ્વારા આવાસોના હપ્તા પેટે રૂ.199.61 કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે.

એક મહિનામાં રૂ.45.37 કરોડની આવક
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ યોજનાઓ અંતર્ગત આજ દિન સુધીમાં 31,000થી વધારે આવાસ બનાવીને લાભાર્થીઓને ફાળવવામાં આવેલ છે. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્માર્ટ ઘર, મુખ્યમંત્રી આવાસ યોજના, BSUP-1,2,3, રાજીવ આવાસ યોજના, ગુરુજીનગર, ધરમનગર, 3012, હુડકો, વામ્બે અને સફાઈ કામદાર આવાસ યોજનાઓનો સમાવેશ થાય છે. આવાસ યોજના વિભાગ દ્વારા ગત ડિસેમ્બર માસમાં રૂ.45.37 કરોડની આવક આવાસના હપ્તા પેટે કરવામાં વસુલ વામાં આવી હતી.

એલોટમેન્ટની રકમ ન ભરનાર 555 લોકોને નોટીસ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના કાર્યરત છે. જેમાં EWS/LIG/MIG કેટેગરીની આવાસ યોજનામાં નિયત કિંમતે આવાસ ફાળવવામાં આવે છે. જેમાં અરજદાર દ્વારા આવાસના એલોટમેન્ટ અન્વયેની રકમ ભરવામાં આવેલ ન હોય તેવા કુલ 555 લાભાર્થીઓને નોટીસ આપવામાં આવી છે. લાભાર્થીઓએ ભરવાપાત્ર બાકી રકમ મહાનગરપાલિકા, સેન્ટ્રલ ઝોન, સિવિક સેન્ટર, ગ્રાઉન્ડ ફલોર, ડો.આંબેડકર ભવન, એસ.ટી.બસ સ્ટેન્ડ પાસે, ઢેબર રોડ ખાતે 7 દિવસમાં તાત્કાલિક ભરપાઇ કરવા અન્યથા આવાસની ફાળવણી રદ્દ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. જેની નોંધ લેવા લાગતા વળગતા તમામને જાણ કરવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવાસના બાકી હપ્તા ન ભરતા આસામીઓને નોટીસ આપવા અંગેની સઘન ઝુંબેશ ચાલુ રહેશે.

જાહેરમાં ન્યુસન્સ ફેલાવતા આસામીઓને રૂ.27,250નો દંડ
રાજકોટ શહેરને પ્લાસ્ટીક મુકત કરવા તથા લોકોમાં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે આજે મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા સઘન સફાઇ, પ્રતિબંધિત પ્લાસ્ટીક ચેકીંગ તથા જાહેરમાં ન્યુસન્સ કરતા આસામીઓને દંડ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. જે દરમ્યાન મધ્ય ઝોનના દાણાપીઠ, પરાબજાર, કોર્ટ ચોક, કંદોઇ બજારના વિસ્તારમાં કુલ-18 આસામીઓ પાસેથી 211.60 કી.ગ્રા. જેટલુ પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા જાહેરમાં ન્યુસન્સ કરતા આસામીઓ પાસેથી રૂ.27,250 જેટલો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ છે.

વેરા વસુલાત શાખાએ 31.80 લાખની રિકવરી કરી
વેરા-વસુલાત શાખા દ્વારા કુલ 4 યુનિટને સીલ તથા 54 મિલ્કતોને બાકી માગણા સામે નોટિસ અને રૂ.31.80 લાખ રિકવરી કરી છે. વર્ષ 2022-23ની રિકવરી ઝુંબેશ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી હતી. હાલ સિલિંગ અને રિકવરીની કામગીરી ચાલુ છે.

આજે ચેકડેમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
આજે ચેકડેમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

હીરાબાના નામે ચેકડેમનું ખાતમુહૂર્ત
ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા બાલાજી વેફરના સહયોગથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાના નામે ચેકડમ બનાવવાનો નિર્ણય કર્યો હતો. આજે સવારે 9.30 વાગ્યે આ ચેકડેમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સમયે રાજકોટના કલેક્ટર, ડીડીઓ, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, જિલ્લા પ્રમુખ ભૂપત બોદર, બાલાજી વેફરના ભીખુભાઈ વિરાણી સહિતના રાજકીય અને ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા.